પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં 30 ખેલી જુગારમાં ઝડપાયા

પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં 30 ખેલી જુગારમાં ઝડપાયા
ભુજ/ગાંધીધામ, તા. 6 : જિલ્લા મથક ભુજમાં સ્થાનિક એ અને બી-ડિવિઝન પોલીસ મથકની ટુકડીએ આજે ગુરુવારે શહેરમાં તથા તાલુકાના સુમરાસર શેખ ગામે અલગ-અલગ ત્રણ દરોડા જુગાર સબંધે પાડીને કુલ 21 આરોપીને પકડી પાડી તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. આ કાર્યવાહીમાં કુલ્લ રૂા. 73,000થી વધુની માલમતા કબ્જે કરાઇ હતી. તો બીજી બાજુ ભચાઉ તાલુકાના જંગી ગામે જુગાર રમી રહેલા ચાર શખ્સને પોલીસે રૂા. 1.02 લાખ જેવી મોટી રકમ સાથે પકડી પાડયા હતા. જ્યારે અંજાર તાલુકાના દેવીસર ગામની સીમમાં જુગાર રમવાના આરોપસર પાંચ ખેલી રૂા. 10,100ની રોકડ સાથે કાયદાના સકંજામાં આવ્યા હતા. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી અનુસાર એ-ડિવિઝન પોલીસે ભુજમાં પાટવાડી નાકા બહાર કોડકી રોડ સ્થિત ભીમરાવનગરમાં કાર્યવાહી હાથ ધરી ગંજીપાના વડે જુગાર રમી રહેલા 11 સ્ત્રી-પુરૂષ ખેલીને રૂા. 6270 રોકડા અને ચાર મોબાઇલ ફોન સહિત રૂા. 9,770ની માલમતા સાથે ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓમાં ભુજના અબ્દુલગની અલીમામદ સમા અને ધનજી નારાણ સીજુ, માધાપરના દેવજી મંગા મારવાડા, ભુજોડીના ખીમજી બાવજી મંગરિયા તથા ભુજના નારાણ ખેતા સીજુ, જશીબેન નારાણ સીજુ, રમીલાબેન રામજી મારવાડા, દિવ્યાબેન વિનોદભાઇ મારવાડા, કાજલબેન કરમશી બુચિયા, શેરબાનુ હાસમ સમા અને જયાબેન નારાણ વીરિયાનો સમાવેશ થાય છે. જ્યારે ભુજ બી-ડિવિઝન પોલીસે શહેરમાં જૂની રેલવે કોલોની પાસે રામનગરી નજીક બાવળોની ઝાડી વચ્ચે દરોડો પાડી ગંજીપાનાથી જુગાર રમવાની પ્રવૃત્તિ પકડી પાડી હતી. આ સ્થળેથી ભુજના મહમદસાજિદ જાકીરહુશેન મન્સુરી, મુકેશ દાલુજી બારવસિયા (વાલ્મીકિ), રાહુલ પ્રભુ ચંદ્રાલ અને હીરાલાલ બંસીલાલ લોટને રૂા. 13,240 રોકડા અને ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 19,240ની માલમતા સાથે પકડી પાડયા હતા.જ્યારે બી-ડિવિઝન પોલીસે પાડેલા અન્ય એક દરોડામાં સુમરાસર શેખ ગામની સીમમાં બાવળની ઝાડી વચ્ચે ધાણીપાસા વડે જુગાર રમતા છ આરોપીને રૂા. 16,740 રોકડા તથા ત્રણ?બાઇક અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 59,740ની માલમતા સાથે ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીમાં ભુજના સતારશા અમીરશા સૈયદ, સુમરાસર?શેખના અબ્દુલ રમજુ કુંભાર, રફીક અબ્દુલ્લા શેખ, રાઠોડ કરશન જેસાણી, મહમદહુશન નથુડાડા?શેખ અને વિરમ નથુ આહીરનો સમાવેશ?થાય છે, તેમ પોલીસે જણાવ્યું હતું. દેવીસર ગામની સીમમાં પાબુદાદા મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. અહીં ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવતા નવી તથા જૂની દુધઇના એવા આમદ લાખા સમા, મુસ્તાક કરીમખાન શેખ, શંકર પાંચા મહેશ્વરી, ઇમ્તિયાઝ હાસમ માંજોઠી અને જગા કરમશી રબારીને પોલીસે દબોચી લીધા હતા. જુગાર રમતા પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ ?રૂા. 10,100 તથા ચાર મોબાઇલ અને બાઇક નંબર જી.જે. 12 એ.એ. 1525, જી.જે. 12 સી.એસ. 2719, જી.જે. 12 સી.એન. 9418 એમ કુલ રૂા. 59,100નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. બીજી બાજુ જંગી ગામના દરબારગઢમાં આવેલા ખુલ્લા આંગણામાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ?ધરી હતી. આ આંગણામાં પત્તા ટીંચતા ગામના શિવગર રતનગર બાવાજી, જૂના કટારિયાના રવિ ખીમજી દોશી (શાહ), સામખિયાળીના હસમુખ?પ્રવીણ ઠક્કર અને દેવકરણ વસા બાળા?(આહીર) નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ? રૂા. 1,02,480 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 1,09,480નો મુદ્દામાલ કબ્જે  લેવામાં આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer