વીવો સાથેનો ફક્ત આ વર્ષનો કરાર રદ્દ કરતું બીસીસીઆઇ

નવી દિલ્હી, તા. 6: ચીની મોબાઇલ કંપની વીવોને બીસીસીઆઇએ આઇપીએલના ટાઇટલ સ્પોન્સરપદેથી સત્તાવાર રીતે દૂર કર્યાની આજે સત્તાવાર જાહેરાત કરી છે. બીસીસીઆઇએ આજે એક વિજ્ઞપ્તિ બહાર પાડી હતી. જેમાં જણાવ્યું છે કે બીસીસીઆઇ અને વીવો વચ્ચેનો આઇપીએલની આ સિઝનનો કરાર રદ્દ થયો છે. જો કે આ સાથે બીસીસીઆઇની ચિંતા વધી છે કે યુએઇમાં રમાનાર આ પ્રતિષ્ઠિત ટી-20 લીગને સ્પોન્સર કોણ કરશે.ગત રવિવારે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ચાઇનીઝ મોબાઇલ કંપની વીવોને ટાઇટલ સ્પોન્સર તરીકે ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. જેનો દેશભરમાં સખત વિરોધ થયો હતો. આથી વીવો કંપનીએ જ આઇપીએલમાંથી આઉટ થઈ જવાનું સામેથી જાહેર કરી દીધું હતું. જો કે વીવોની બીસીસીઆઈ સાથેની ડિલ જે 2021 સુધી હતી તે હવે 2023 સુધી ચાલુ રહેશે. ફક્ત આ સિઝનમાં જ વીવો આઇપીએલની ટાઇટલ સ્પોન્સર નહીં રહે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer