ચાર તાલુકામાં 17 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 6 : જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણના પગલે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં એટલો જ વધારો થઈ રહ્યો છે. આજે ચાર તાલુકામાં વધુ 17 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રાપર અને ભચાઉ વિસ્તારમાં રામવાડી, જલારામ સોસાયટી, ફૂલવાડી, નાગચંદ્ર સોસાયટી, અયોધ્યાપુરી, શંકરવાડી સોસાયટી  વિસ્તારમાં જ્યાં પોઝિટિવ કેસ નોંધાયા તેમના નિયત કરાયેલા વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જારી કરી દેવાયો છે. અંજાર શહેર અને તાલુકામાં મેઘપર બોરીચી,  અયોધ્યાનગર, શારદા હોસ્પિટલ માનવ ચેમ્બર, મેઘપર (કુંભારડી), રાધાનગર, વરસામેડીના રબારીવાસ,  તેમજ ભુજના તારાનગરમાં 4 ઘર અને માધાપર નવાવાસના 7 ઘરને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જાહેરનામાનો ભંગ કરનારા શિક્ષાપાત્ર ઠરશે તેવું પાઠવાયેલી યાદીમાં જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer