વાડાપદ્ધર ખાતે વાડીમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો

ભુજ, તા. 6 : અબડાસાના વાડાપદ્ધર ગામે ગામના 42 વર્ષની વયના શિવજી મૂળજી મહેશ્વરીનો મૃતદેહ વાડીમાંથી મળી આવતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ આજે સવારે મરનાર તેની વાડીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોસ્ટમોર્ટમ અહેવાલ આવ્યે આ અંગેની વિગતો સ્પષ્ટ થશે. સબ ઇન્સ્પેકટર શ્રી ગઢવીએ કેસની તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer