ગાંધીધામમાં કોરોના લક્ષણોવાળા લોકોનું પરીક્ષણ ન થવાની રાવ

ગાંધીધામ, તા. 6 : અહીંના કોરોના લક્ષણો ધરાવનારા લોકોને આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાનું પરીક્ષણ કરવામાં આવતું ન હોવાની ફરિયાદ  વિપક્ષે કરી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી કપિલ પાંધીએ ફરિયાદ કરતી એક યાદીમાં જણાવ્યું હતું કે, લોકો પાસેથી ફરિયાદ મળી રહી છે કે  કોરોનાના લક્ષણો ધરાવતા હોવા છતાં તે વ્યક્તિઓનો  ગાંધીધામ સંકુલમાં કોરોના ટેસ્ટ કરાતો નથી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નરનો સંપર્ક કરાયો હતે. તેમના દ્વારા ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારીઓનો સંપર્ક કરવા જણાવાયું હતું, પરંતુ એક કલાક સુધી તેમનો ફોન લાગ્યો ન હતો. ડો. સૂતરિયાનો સંર્પક થતાં તે મિટિંગમાં વ્યસ્ત હોવાનું  જણાવ્યું હતું. દરમ્યાન રાજ્યમંત્રી વાસણભાઈ આહીર સમક્ષ રજૂઆત કરાતાં તેમણે યોગ્ય  કરવાની ખાતરી આપી હતી. આગામી દિવસોમાં તંત્ર દ્વારા  ઉકેલ નહીં કરાય તો  કોંગ્રેસ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે, તેવું શ્રી પાંધીએ ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer