ભુજનાં ધીંગેશ્વર શિવાલયે નિવૃત્ત પોલીસ કર્મચારીની ઉકાળા સેવા

ભુજનાં ધીંગેશ્વર શિવાલયે નિવૃત્ત પોલીસ કર્મચારીની ઉકાળા સેવા
ભુજ, તા. 2 : શહેરમાં મહાદેવ નાકા બહારના વિસ્તારમાં આવેલા ધીંગેશ્વર મહાદેવનાં મંદિર ખાતે શ્રાવણ માસમાં દર્શનાર્થે આવતા ભાવિકો માટે નિવૃત્ત પોલીસ કર્મચારી પ્રફુલ્લાસિંહ ખેંગારજી જાડેજા દ્વારા કોરોના મહામારી સામે રક્ષણ આપવાના હેતુસર ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ આરંભાયું હતું. પોલીસ દળમાંથી સહાયક ફોજદાર તરીકે નિવૃત્ત થયેલા મૂળ ચીરઇ (ભચાઉ)ના વતની અને હાલે ભુજ ખાતે રહેતા પ્રફુલ્લાસિંહ જાડેજા દ્વારા આજથી શરૂ કરાયેલી ઉકાળાની આ સેવા આગામી પાંચ દિવસ સુધી દરરોજ સવારે જારી રહેશે. આજે પ્રથમ દિવસે અનેક ભાવિકો-દર્શનાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer