મહેશપંથી સમાજમાં ગોરખુડા વ્રતનો માહોલ

મહેશપંથી સમાજમાં ગોરખુડા વ્રતનો માહોલ
કેરા (તા. ભુજ) તા. 2 : કચ્છના મેઘવાળ સમાજનાં ભક્તિ પરંપરા અને આધ્યાત્મિક સંસ્કાર વારસો પ્રાચીન રહ્યો છે. માતા પાર્વતીજીએ પતિ મહેશ માટે કરેલું વ્રત કરવાનો આ સમુદાયમાં મહિમા છે. કેરા ખાતે 1પ મહિલાઓ 1પ દિવસથી નિર્જળા ઉપવાસ કરી રહી છે. વહેલી પરોઢે 4 વાગ્યે સામૂહિક સ્નાન, આખો દિવસ નકોરડો ઉપવાસ, સાંજે ગણેશદેવને પત્રી એમ દિનચર્યા?હોય છે. રાત્રે વ્રત છુટે છે અને પરોઢે બંધાય છે. કેરા મહેશ્વરી સમાજના પ્રમુખ શિવજી આયડીના જણાવ્યા પ્રમાણે વધુ સંખ્યામાં બહેનો જોડાય તે માટે સમાજે પ્રોત્સાહન આપ્યું છે. 1પ બહેનો ધ્યાન ધર્મ નિયમ પાળે છે. માવજી ધેડા, પ્રેમજી મણિયાર, દેવજી આયડી, હમીર ધેડા, હરેશ આયડી સહયોગી રહ્યા છે. વ્રત કરનાર સોનબાઈ મહેશ્વરી, રમીલા મહેશ્વરી, અંકિતા મહેશ્વરી, મીનાબેન આયડી સહિતના બહેનોએ કહ્યું, પતિના તંદુરસ્ત દીર્ઘાયુ અને ઘર-પરિવારના સુખ માટે અમે મહાદેવને રિઝવીએ છીએ. રક્ષાબંધનના વ્રત ઉત્તિષ્ઠ થશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer