કારગિલ વિજય દિવસની કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળે ઉજવણી કરી

કારગિલ વિજય દિવસની કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળે ઉજવણી કરી
ભુજ, તા. 2 : કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા કારગિલ વિજય દિવસ ઊજવાયો હતો. સેવાદળના નિયમ મુજબ મહિનાના છેલ્લા રવિવારે કરાતું ધ્વજવંદન કરાયું હતું. સેવાદળના જિલ્લાના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા, ઓલ ઈન્ડિયા સેવાદળના મહામંત્રી કુંપાજી ઝાલા, જિલ્લા નિરીક્ષક ભગીરથસિંહ રાણાની આગેવાની તળે ધ્વજવંદન કરાયું હતું. અબડાસા વિધાનસભા ચૂંટણી સંદર્ભે આગામી ચૂંટણીલક્ષી કામગીરી માટે બેઠક યોજાઈ હતી. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સેવાદળના શ્રી ઝાલા, જિલ્લા પ્રમુખ શ્રી જાડેજાએ સેવાદળનું સંગઠન મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા નિરીક્ષક?શ્રી રાણાએ શિસ્ત તથા સેવાદળ થકી કોંગ્રેસને મજબૂત કરવાની નેમ વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ભુજ શહેર સેવાદળના પ્રમુખ રોબિન શાહ, લખપત તા. સેવાદળના પ્રમુખ જુજારદાન ગઢવી, અબડાસા તા. સેવાદળના પ્રમુખ કનકસિંહ સોઢા, જિલ્લા સેવાદળના ઉપપ્રમુખ વિઠ્ઠલગર ગોસ્વામી, કાર્યકરો નારાણભાઈ ઠક્કર, અજયસિંહ રાણા, રાજ પંડયા, શ્યામ ગરવા, હઠુભા સોઢા, તારાચંદભાઈ સોલંકી, હસમુખભાઈ નીનામા, અશોકભાઈ ઠાકુર વગેરે હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer