કોરોના મહામારી સામે યોગનું શત્ર : કોડાયમાં જૈનમુનિઓ દ્વારા પ્રયોગ

કોરોના મહામારી સામે યોગનું શત્ર : કોડાયમાં જૈનમુનિઓ દ્વારા પ્રયોગ
કોડાય (તા. માંડવી), તા. 2 : આ ગામે ચાતુર્માસ ગાળતા જૈનમુનિએ કોરોના મહામારી સામે યોગરૂપી જંગ છેડયો છે અને લોકોને તંદુરસ્ત તેમજ નિરોગી જીવન જીવવા યોગ પૂરક માધ્યમ હોવાનું પુરવાર કર્યું છે. મુનિ વિદ્યાચંદ્રવિજયજી મ.સા. અને પાંચ સંતો નિત્ય સવારે યોગ કરી રહ્યા છે. બિદડા તારામતી વેલનેસ યોગા ઈન્સ્ટિ.ના ડો. શાંતનુ મિશ્રા દ્વારા ભત્રીકા પ્રાણાયામ, કપાલભારથી પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ તેમજ ઓમકારનો ધ્યાન સહિત યોગના વિવિધ આસનો કરાવાય છે. સમાજને સંદેશો પાઠવતા અધ્યાત્મ જ્ઞાન સાથે જૈનમુનિઓ દ્વારા યોગ પ્રાણાયામ આગામી ચાર મહિના દરમ્યાન કરાશે. મુનિ વિદ્યાચંદ્રવિજયજી મ.સા.એ વર્તમાન તણાવભર્યા જીવનમાં યોગ અને ધ્યાન દ્વારા માનવી શાંતિપ્રિય અને નિરોગી જીવન જીવી શકે છે અને કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા યોગ-ધ્યાન નિત્યક્રમ કરવા સૌને શીખ આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer