ભુજમાં પરિણીતાના ઘરમાં ઘૂસી ઝપાઝપી સાથે નિર્લજ્જ હુમલો

ભુજ, તા. 2 : શહેરમાં 26 વર્ષની વયની પરિણીત યુવતીના ઘરે જઇ તેની સાથે ઝપાઝપી કરી નિર્લજ્જ હુમલા સહિતનું કૃત્ય કરવા બદલ ભુજના ઇમરાન ઉર્ફે ઇલો અને ખલિલ ઉર્ફે લાલી તરીકે ઓળખાવાયેલા બે ઇસમ સામે ગુનો દાખલ કરાવાયો હતો.  આ બાબતે લખાવાયેલી ફરિયાદને ટાંકીને પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે દરવાજો ખટખટાવી ખોલાવીને બન્ને આરોપી ભોગ બનનારના ઘરમાં આવ્યા હતા. તેમણે કરેલી ઝપાઝપીમાં પરિણીતાની સોનાની ચેઇન તૂટી કયાંક પડી ગઇ હતી, તો આ દરમ્યાન આરોપીઓએ તેની સાથે શારીરિક અડપલાં પણ કર્યાં હતાં. બન્ને તહોમતદાર જતાં-જતાં ધમકી પણ આપતા ગયા હતા. પરિણીતાના પતિ સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં આ ઘટના બન્યાનું ફરિયાદમાં લખાવાયું છે. બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer