જિલ્લામાં જુગારના સાત દરોડામાં 37 ખેલી ઝપટે

ભુજ/ગાંધીધામ, તા.2 : જિલ્લામાં વિવિધ સાત જગ્યાએ જુગાર સંબંધે દરોડા પાડી પોલીસે 37 જણને જુગાર રમતા પકડયા હતા. અન્ય બે આરોપી નાસી ગયા હતા. આ કાર્યવાહીમાં  કુલ્લ ચાર લાખની માલમતા કબ્જે કરાઇ હતી. ભુજ, આરીખાણા, ગાંધીધામ, અંજાર અને કિડાણા ખાતે આ દરોડા પડાયા હતા.પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ ભુજમાં ભીડનાકા બહાર દાદુપીર રોડ ઉપર સ્થાનિક બી. ડિવિઝન પોલીસે ગુણવત્તાસભર દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં આ વિસ્તારમાં આલમખાન અલીમામદ પઠાણના ઘરની બહાર ઓટલા ઉપર તીનપત્તીનો જુગાર રમી રહેલા સાત સ્ત્રી-પુરુષ આરોપીને રૂા. 16,700 રોકડા અને ચાર મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 32,200ની માલમતા સાથે પકડી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ દરોડામાં પકડાયેલા તહોમતદારોમાં શેરબાનુ અનવર પઠાણ, રહીમાબાઇ ભચુ મમણ, મેરિયાબાઇ મામદ સમા, રજબઅલી બરકતઅલી પઠાણ, આશીફ આમદ કુંભાર, સમીર ઇબ્રાહીમ કુંભાર અને મૌસીન ગુલમામદ ચાવડાનો સમાવેશ થાય છે.આરીખાણામાં ઘરના આંગણે ચાલતી જુગાર પ્રવૃત્તિ ઝપટે અબડાસામાં કોઠારા પોલીસ મથકની ટુકડીએ આરીખાણા ગામે દરોડો પાડીને ગામના કિરણપુરી હીરાપુરી ગોસ્વામીના ઘરના આંગણામાં ચાલતી જુગાર પ્રવૃત્તિ પકડી પાડી હતી. પકડાયેલા ઘરમાલિક સહિતના છ આરોપી પાસેથી રૂા. 10320 રોકડા અને રૂા. 20500ના પાંચ મોબાઇલ ફોન મળી રૂા. 30820ની માલમત્તા કબ્જે લેવાઇ હતી.અમારા કોઠારાના પ્રતિનિધિએ પોલીસને ટાંકીને આપેલા અહેવાલ મુજબ પકડાયેલા છ આરોપીમાં રાજેન્દ્રાસિંહ બળવંતાસિંહ જાડેજા, દીપકાસિંહ હિમતાસિંહ જાડેજા, રાજેન્દ્રાસિંહ રામસંગજી જાડેજા, સતુભા દેવુભા જાડેજા, પ્રવીણાસિંહ ચાંદુભા જાડેજા અને ઘરમાલિક કિરણપુરી ગોસ્વામીનો સમાવેશ થાય છે. ગાંધીધામના બી-ડિવિઝન પોલીસે જી.આઈ.ડી.સી.ઝૂંપડા વિસ્તારમાં  રામદેવપીર  મંદિર પાસેના ચોકમાં જાહેરમાં  તીનપત્તીના રમાતા જુગાર  ઉપર દરોડો પાડીને નાગજીભાઈ હરિભાઈ પરમાર, મનજીભાઈ બાબુભાઈ  પરમાર, મોહન નારણભાઈ ગોહિલ, બીજલભાઈ ખોડાભાઈ પરમાર, ખોડાભાઈ બાબુભાઈ સમિયા, મનસુખ કરશનભાઈ બગડાની  ધરપકડ કરી  તેની પાસેથી રોકડા 22,100, બે મોબાઈલ ફોનના રૂા. 5500 સાથે કુલે રૂા. 27,600નો મુદામાલ કબ્જે લીધો હતો. ગાંધીધામ  તાલુકાના  કિડાણામાં  સોસાયટીમાં   રઘુવીલામાં પ્લોટ નં. 67માં   ભાઈરામભાઈ રૂપરામભાઈ જોષીના  મકાનમાંથી પોલીસે જુગારધામ  પકડી પાડયું હતું. પોલીસે અહીંથી  ભાઈરામભાઈ રૂપરામભાઈ જોષી, ભેમાભાઈ લાલજીભાઈ જોષી, દીપકભાઈ હંસરાજભાઈ મારાજ, દર્શનભાઈ મનસુખભાઈ ઓઝા, નરેશભાઈ  હરદેવભાઈ જોષીની  રોકડા રૂા. 12,100  સહિતના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. અંજારની લક્ષ્મી ટોકીઝ  પાછળ  કોળીવાસમાંથી  પોલીસે  ધાણીપાસાનો જુગાર  રમતા હનીફશા જમનશા શેખ, રાજેશભાઈ મધુસૂદન ભાનુશાલીને રોકડા  રૂા. 3750, ચાર હજારના મોબાઈલ ફોન  સાથે કુલે રૂા. 7970ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં  જમનશા મામદશા શેખ, કાસમશા હસનશા શેખ નાસી છુટયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગાંધીધામના ભારતનગર - રેલવે પાટા ઝૂંપડા ,  રિશી શિપિંગના સામેના ભાગે ખુલ્લામાં  તીનપત્તીનો જુગાર રમતા  પ્રદીપ બદ્રીપ્રસાદ  રેગર, સોનારામ ગીશારામ મેધવાડ (મારવાડી), વિકાસ મોલારામ પરિહાર, દિનેશ ભંવરલાલ મેશમ, ભરતકુમાર દેવરાજભાઈ મેધવાડ (મારવાડી), વિક્રમ ઓમપ્રકાશ શર્મા પોલીસની ઝપટે ચડયા હતા.પોલીસે અહીંથી રોકડા રૂા. 16,450, 11 હજારના ચાર મોબાઈલ ફોન સાથેકુલ્લે.  રૂા.  27,450નો મુદ્દામાલ હસ્તગત  કર્યો હતો. ગાંધીધામના નવી સુંદરપુરી  ભરવાડ વાસ રોકડિયા હનુમાન મંદિર પાસે ખુલ્લા ચોકમાં રમતા  જુગાર ઉપર પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે   નાથાભાઈ મામદભાઈ ખોડ (મુસ્લિમ), નરશીભાઈ વેલજીભાઈ સથવારા,  માયાભાઈ સીંધાભાઈ ભરવાડ, દેવરાજ હરદાસભા ગઢવી, લાભશંકર હરગોવિંદભાઈ પ્રજાપતિને રોકડા  રૂા. 15,400, ચાર મોબાઈલ કિ. રૂા. 15,500 સાથે કુલ રૂા. 30,900ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer