નફરતનો ખાતમો કરી મહોબતનો પૈગામ ફેલાવવા અનુરોધ

નફરતનો ખાતમો કરી મહોબતનો પૈગામ ફેલાવવા અનુરોધ
ભુજ, તા. 1 : કોરોના સાથે નફરત નામના વાયરસનો પણ ખાતમો થાય તેવી દુઆ સાથે કચ્છભરમાં સામાજિક અંતર સાથે ઇદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. ભુજ : જૂની બકાલી કોલોની, આત્મારામ સર્કલ અલીફ મસ્જિદમાં ભારત સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી મુસ્લિમ બિરાદરોને ઇદની નમાજ મૌલાના કમરૂદિન હિજાજીએ પઢાવી હતી. વ્યવસ્થા મુતવલી સલીમબાપુ, જાવેદ ઇસ્માઇલ સમા, તોસીફ અબ્દુલ ગની, ઇજાજ અહેમદ, હાજી અબ્દુલ ગફુર સમા, હાજી અયુબ યાકુબ, જાનમામદ લુહાર તરફથી કરવામાં આવી હતી. ભુજ તાલુકાના ભારાપર ગામે સેનિટાઇઝર અને માસ્ક સાથે તાયબહ મસ્જિદ નવાવાસ અને જુમ્મા મસ્જિદમાં નમાજ પઢવામાં આવી હતી. ઈદની ખાસ નમાજ અદા બાદ સાવચેતીના પગલાં રૂપે એકબીજાને ગળે મળવાનું અને હાથ મિલાવવાનું ટાળી માત્ર દૂર રહીને મોઢેથી ઈદની મુબારકબાદી પઢવવામાં આવી હતી. ગાંધીધામ : આ સંકુલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક અંતર સાથે ઇદની ઉજવણી કરવામાં આવી હતી. અહીંની નૂરી મસ્જિદ ખાતે મૌલાના અબ્દુલ શકુર શેખએ ખુત્બો પઢાવ્યો હતો. તેમણે દેશમાં શાંતિ, અમન તથા દેશ કોરોનાની મહામારીમાંથી જલ્દી બહાર આવે તેવી દુઆ અદા કરવામાં આવી હતી. મસ્જિદમાં સેનિટાઇઝરની વ્યવસ્થા કરી માસ્ક પહેરી સામાજિક અંતર સાથે મુસ્લિમ બિરાદરોએ દુઆ અદા કરી હતી. આ વેળાએ ગનીભાઇ માંજોઠી, અબ્દુલભાઇ પઠાન, શકુરભાઇ માંજોઠી, હાજી અલીભાઇ સોઢા, ઇસ્લામુદ્દીનભાઇ, સાલેમામદ માંજોઠી, ફિરોઝ ખાન પઠાન,સનાઉલ્લાહ  ખાન,સતાર બારા વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા. નવી સુંદરપુરીની મસ્જિદમાં મૌલાના શોકતઅલી અકબરીએ  ખુત્બો તથા ઈદ નમાજ પઢાવી હતી. આજના દિવસે  ગરીબો, યતીમો ને મદદ કરવી તથા આપણો દેશ કોરોના મહામારી બીમારીથી આઝાદ થાય અને સર્વે ભારતીયો એકબીજા સાથે પ્યાર અને મહોબતથી  સાથે રહી કોરોના  સાથે નફરત નામનો વાયરસ નાબૂદ થયા  તેવી દુઆ કરાઈ હતી.કચ્છ જિલ્લાના મુસ્લિમ  અગ્રણી હાજી જુમા રાયમાએ સર્વે હિન્દુ-મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારક પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે,આજના દિવસે કુરબાની કરવી એ  હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ની  સુન્નત છે. નફરત અને બુરાઈઓનો ખાતમો કરવા સાથે પ્યાર  -મહોબતનો પૈગામ આપવો એ ઈસ્લામના મહાન આખરી પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ)ની સુન્નત છે. આપણે આપણા તહેવારો  સારી  રીતે ઊજવીએ સાથે-સાથે હિન્દુભાઈઓની લાગણીઓનું પણ ધ્યાન રાખવા હાજી જુમા રાયમાએ અનુરોધ કર્યો હતો.મસ્જિદમાં સામાજિક અંતર સાથે તમામ લોકો એ માસ્ક પહેરીને કલેકટરના જાહેરનામાની અલમવારી સાથે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. મસ્જિદ કમિટી દ્વારા મસ્જિદમાં સેનિટાઈઝરની વ્યવસ્થા કરાઈ હતી.આ વેળાએ જુમા સમા, સુમાર હિંગોરજા, શાહનવાઝ શેખ, સલીમ રાયમા, કરીમભાઈ, હારૂન માંજોઠી,  શબ્બીર રાયમા, લતીફ માંજોઠી, સદામ હિંગોરજા સહિતનાએ વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો તેવું ગાંધીધામ મુસ્લિમ સમાજના  પ્રમુખ શાહનવાઝ શેખે એક યાદીમાં જણાવ્યું હતું. નખત્રાણા : ગામની મુખ્ય મસ્જિદમાં મૌલાના નૂરમામદે ઇદ નમાજ પઢાવી હતી. મુતવલી હાજી ઇશાક કુંભાર, ખત્રી હાજી આધમ તેમજ સરકારી ગાઇડલાઇન અનુસાર જ લોકો જોડાયા હતા.સુરલભિટ્ટ : સોશિયલ ડિસ્ટન્સ તેમજ સરકારી નિયમ મુજબ મસ્જિદમાં મૌલાના જત ભાઇએ નમાજ પઢાવી હતી.મુતવલી રાયમા મામદભાઇ, ઇસ્માઇલ કુંભાર, સલીમ ખત્રી, ચૌહાણ ઉમર, કુંભાર નૂરમામદ, ઐયબ કુંભારે સહયોગ આપ્યો હતો.નવાનગર : અહીંની મસ્જિદમાં મૌ. હસનભાઇ રાયમાએ ઇદ નમાજ પઢાવી હતી. મુતવલી હાજી અનવરભાઇ ચાકી,  હાજી મુસા કુંભાર, હાજી હારૂન લુહાર, હાજી રમજાન કુંભાર, ખમીશા ખત્રી, નૂરમામદ ચલંગા સહયોગી રહ્યા  હતા. સોશિયલ ડિસ્ટન્સ સરકારી ગાઇડ લાઇન અનુસાર સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.મોટી વિરાણી : ગામની તયબાહ મસ્જિદમાં મૌલાના હાજી અબ્દુલ કાદીરભાઇએ જ્યારે મસ્જિદે મુસ્તફા મા. મૌલાના અબ્દુલ રઝાકભાઇએ ઇદ નમાજ પઢાવી હતી, મુતવલી હાજી નૂરમામદ ખત્રી, પ્રમુખ અહેમદભાઇ ખલીફા, ઉપપ્રમુખ ચાકી અદ્રેમાન, ઉમર એસ. ખત્રી, ખજાનચી અલીમામદ ખલીફા, અદ્રેમાન સમેજા, ઓસમાણ લંગા, યુવક મંડળ પ્રમુખ જાકબ સાટી, ઉપપ્રમુખો : ઓસમાણ ખલીફા, રમજુભાઇ કુંભાર વગેરેએ સહયોગ આપ્યો હતો. સરકારી ગાઇડ લાઇન સાથે ઇદ નમાજ અદા કરવામાં આવી હતી.વિગોડી : મસ્જિદમાં સરકારી ગાઇડ લાઇન અનુસાર ઇદ નમાજ મૌલાના યાકુબભાઇએ પઢાવી હતી. મુતવલી હાજી મામદભાઇ, માજી ઉપસરપંચ અબ્દુલ સાટી, ગ્રામ પંચાયતના સદસ્યો કુંભાર સુલેમાન, નોડે લતીફ તેમજ પિંજારા ઓસમાણ, અલીમામદ ખલીફા જોડાયા હતા.ભચાઉ : શહેર સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ શેખ હાજી આમદશા હાજી હાજીશાની આગેવાની હેઠળ ચાર જગ્યાએ અલગ-અલગ નમાજ અદા કરવામાં આવી હતી, જેમાં ઇદગાહ, જામ મસ્જિદ, પડલશા મસ્જિદ, તયબાહ મસ્જિદ એમ ચાર જગ્યાએ ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. જેમાં સુન્નિ મુસ્લિમ જમાત પ્રમુખ-શેખ હાજી આમદશા હાજી હાજીશા, ઉપપ્રમુખ અકબરભાઇ બલોચ, મહામત્રી ફિરોજ રાજા, મંત્રી આમદભાઇ રાયમા, ખજાનચી અલીભાઇ કુરેશી, સલાહકાર અલીમામદ ખમીશા, જામા મસ્જિદ મુતવલી મહેબુબભાઇ મલેક, સૈયદ શેરઅલી બાપુ, કાસમભાઇ ત્રાયા,  પડલશા મસ્જિદ મુતવલી હનીફભાઇ રાજા, તયબાહ મસ્જિદ મુતવલી બુઢા જુમ્મા, રસુલશા ભાકરશા શેખ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. સર્વે મુસ્લિમ ભાઇઓએ કોરોના વાયરસ મહામારીનો દેશ તથા દુનિયામાંથી અંત આવે તેવી દુઆ કરી  હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer