કચ્છમાં આપસી ભાઈચારો-સંવેદનાનું જતન કરવા મુફ્તીએ કચ્છનો બોધ

કચ્છમાં આપસી ભાઈચારો-સંવેદનાનું જતન કરવા મુફ્તીએ કચ્છનો બોધ
માંડવી, તા. 1 : શહેરના તબેલા ફળિયામાં આવેલી રહેમાનિયા મસ્જિદના પરિસરમાં પવિત્ર ઈદ નમાજ અદા કરવા ખાસ ઉપસ્થિત સમરસતાના મસીહા મુફ્તી-એ-કચ્છ અલ્હાજ સૈયદ હાજી અહમદશા બાવાસાહેબે કોરોનાની બિહામણી મહામારીને નેસ્તનાબૂદ કરી માનવજાત પર રહેમ કરવાની દુઆ ગુજારતા નેકી અને ટેકીસભર આચરણ કરવાની શીખ આપી હતી. સદીને ઉંબરે પહોંચેલા મુફ્તીસાહેબે કોરોનાની આફત તરફ જાગૃત રહેવાનો અનુરોધ કરી આપસી ભાઈચારો અને સંવેદનાનું જતન કરવા બોધ આપ્યો હતો. મસ્જિદના પેશ ઈમામ ઝુબેર એહમદે ઈદ નમાજ અદા કરાવી હતી. સૈયદ હાજી કાસમશા બાવા, હાજી આમદુભાઈ આગરિયા, જમીલ મેમણ, બશીરભાઈ સહિત જમાતીઓ જોડાયા હતા. આ અવસરે રહેમાનિયા મસ્જિદ, મસ્જિદે ફિરદૌસ, સંઘાર મસ્જિદ સહિત ખાતે દાતાના સૌજન્ય વડે 400 કરતા વધારે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું માહિતગાર વર્તુળમાંથી જાણવા મળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer