જીવાતના કારણે ઢગલાબંધ દાડમ રસ્તા પર ફેંકાય છે

જીવાતના કારણે ઢગલાબંધ દાડમ રસ્તા પર ફેંકાય છે
નખત્રાણા, તા. 1 : છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારના મહેનતકશ અને પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી પાકો દાડમ, કેસર, તાઇવાન પપૈયા, દ્રાક્ષ, કેળા જેવા પાકો ડ્રીપ ઇરિગેશન દ્વારા મોટા પ્રમાણમાં મેળવી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે, પરંતુ કેટલીક કુદરતી આપત્તિઓ ખેડૂતો પર પડયા પર પાટુ સમાન સાબિત થઇ છે. હાલમાં કોરોના કપરા કાળ તેમજ લોકડાઉનના સમયમાં સિંદૂરી દાડમના ધરતીપુત્રોને પોષણક્ષમ ભાવો ન મળતાં તેમજ અચાનક વર્તાઇ રહેલા કેટલાક રોગોના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે. થોડા સમય દરમ્યાન દાડમના પાકમાં જીવાત અને ફૂગના કારણે ખેડૂતો હેરાન-પરેશાન છે. છોડ પર રહેલા કેટલાક વેસ્ટેજ (નુકસાનીવાળા) આ પાક રોડ પર ફેંકી દેવાની ફરજ પડી છે. જેના કારણે જગતનો તાત આર્થિક સંકટમાં મુકાઇ ગયો છે. જીવાત તેમજ રોગના કારણે ફેંકી દેવાયેલા રોડ પરના આ દાડમનો ઢગલો પશુ પણ ખાતા નથી તેમજ મોઢું નાખતા નથી. ચાલુ વર્ષે સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે બાગાયતી સિંદૂરી દાડમનો પાક આ રીતે ખરાબ-સડી જતાં મહામહેનતે મેળવેલો ઉત્પાદન નિષ્ફળ જતાં ખેડૂતોના હૈયામાં ફાળ પડી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer