પ્રવાસનમંત્રી લખપત પ્રોજેક્ટની મુલાકાતે

પ્રવાસનમંત્રી લખપત પ્રોજેક્ટની મુલાકાતે
ભુજ, તા. 1 : પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાએ રૂા. 234.48 લાખના ખર્ચે લખપતમાં આકાર લઇ રહેલા લખપત ડેવલોપમેન્ટ પ્રોજેકટની તલસ્પર્શી મુલાકાત લઈ રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગમાં એક મોરપિચ્છ ઉમેરાશે એમ જણાવ્યું હતું.  કચ્છ પ્રવાસન પ્રોજેકટ હેઠળ માર્ગ અને મકાન રાજ્ય વિભાગ, ભુજ દ્વારા તૈયાર કરાઇ રહેલા લખપત ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના મંજૂર થયેલા 19 કામો પૈકી રૂા. 234.48 લાખના ખર્ચે પૂર્ણ થયેલા 10 કામોની મંત્રીએ માહિતી મેળવી હતી. રૂા.149.86 લાખના ખર્ચે પૂર્ણ થયેલા હિસ્ટોરીકલ મોન્યુમેન્ટસ, શિવ મંદિર, જગેશ્વર મંદિર અને સૈયદશાનો કૂબો, ડેવલોપમેન્ટ ઓફ હેરિટેજ ઓફ લખપત, ટૂરિસ્ટ સર્ક્રિટ રોડ ફ્રોમ ભુજ ગેટ ટુ ગુરુદ્વારા એન્ડ એપ્રોચ ટુ ફોર્ટ પ્લાઝા, ડેવલોપમેન્ટ ઓફ એપ્રોચ રોડ નિયર પ્લેસીસ ઓફ ટૂરિસ્ટ ઈન્ટરેન્ટનું નિરીક્ષણ કર્યુ હતું. પ્રગતિમાં છે એવા કામો ડેવલોપમેન્ટ ઓફ હિસ્ટોરીકલ ગેટસ ઓફ લખપતના ભુજિયાનું નાકું, ગેબનહાપીરવારી બારી, તપલવારી બારી, ટૂરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર તેમજ લખપતમાં આવેલા હાટકેશ્વર મંદિર પરિસર, પીર ધોષ મોહંમદના કૂબાનું પરિસર અને કમલશાહના કૂબા, ફોર્ટ પ્લાઝા, બસ સ્ટેન્ડ અને ગરમ હાટની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાએ પણ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની વાસ્તવિક કામગીરી તરફ મંત્રીનું ધ્યાન દોર્યું હતું.માર્ગ અને મકાન વિભાગ, ભુજના કાર્યપાલક ઈજનેર અને કન્સલેન્ટ આર્કિટેક્ટ પ્રદ્યુમનાસિંહ ચૌહાણે વિકાસકામોની વિગતો રજૂ કરી હતી. જેમાં લખપત કિલ્લાના છ પ્રવેશદ્વારા જેવા કે ભુજવાળું નાકું, કંથવારે નાકું, પાણીવાળી બારી, રામ મંદિર, ગબનેશ્વરી બારી, ટપલવાળી બારી, ભૂતેશ્વર મહાદેવ નાકું તેમજ રોડ રસ્તાના, યાત્રાળુઓની પ્રાથમિક સુવિધાના વિકાસ કામોનો સમાવેશ થાય છે. લખપત તાલુકાના સર્વપિતૃતર્પણ ધાર્મિક પ્રવાસન સ્થળ નારાયણ-સરોવર અને ત્રિવિક્રમરાય મંદિરની અને નારાયણ સરોવરના પ્રવાસન અને ધાર્મિક મહત્ત્વથી માહિતગાર કરાયા હતા. કોટેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઇ સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી તેમજ પ્રવાસન સ્થળ તરીકે તેના વધુ વિકાસ બાબતે જાણકારી કોટેશ્વર જાગીરના દિનેશગિરિ પાસેથી મેળવી હતી. આ તકે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ અંગત સિચવ દીપક સતાણી અને ડો. ગાવિંદ ચાવડા, પાણી પુરવઠા વિભાગના એન.વી. પટેલ, નખત્રાણા લખપત પ્રાંત અધિકારી પ્રવીણાસિંહ જૈતાવત, જિલ્લા આયોજન અધિકારી શ્રી રાઓલ, નખત્રાણા માર્ગ અને મકાન નાયબ કાર્યપાલક આર.બી. પંચાલ, દયાપર પંચાયત નાયબ કાર્યપાલક ઈજનેર મેહુલભાઇ ભટ્ટ, નખત્રાણા માર્ગ મકાન વિભાગના ઈજનેર રોનક જોશી તેમજ નારાયણ સરોવરના સરપંચ, કોટેશ્વર મંદિરના પૂજારીઓ અને લખપત ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer