તમિલનાડુ પ્રીમિયર લીગ ફરી સ્થગિત

ચૈન્નઈ, તા.1 : તમિલનાડુ પ્રીમિયર લીગ (ટીએનપીએલ) કોરોના વાયરસ મહામારીના કારણે બીજી વખત સ્થગિત કરવી પડી છે. હવે ટીએનસીએ આશા કરી રહ્યું છે કે ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન ચાલુ વર્ષે નવેમ્બરમાં અથવા તો આગામી વર્ષે માર્ચ મહિનામાં કરવામાં આવે. આ લોકપ્રિય લીગનું આયોજન 10 જૂનથી 12 જુલાઈ સુધી થવાનું હતું પણ મે મહિનામાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનએ લીગ સ્થગિત કરી હતી. રાજ્યમાં ત્યારે કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી હતી.ટીએનસીએ જુલાઈના અંતમાં અને સપ્ટેમ્બરમાં પ્રતિયોગિતાનું આયોજન કરવા માગતું હતું પણ સ્વાસ્થ્ય સંકટમાં વધારાના કારણે લીગના આયોજનની સ્થિતિમાં નથી. ટીએનસીએના માનદ સચિવ આરએસ રામાસૈમીના કહેવા પ્રમાણે ટીએનસીએ જુલાઈ, ઓગષ્ટના અંતથી સપ્ટેમ્બરના અંત સુધીમાં આયોજનનો વિચાર કરી રહ્યું હતું. પરંતુ રાજ્યમાં વર્તનમાન કોરોના સંબંધિત પડકારોને ધ્યાને લઈને આયોજન થઈ શકે તેમ નથી. તેમણે ઉમેર્યું હતું કે, હવે 2021ના માર્ચ મહિનામાં આયોજનની સંભાવના જોવામાં આવશે. રાજ્યના શીર્ષ ખેલાડીઓ જેવા કે આર અશ્વિન, દિનેશ કાર્તિક, વિજય શંકર અને એમ વિજય ટૂર્નામેન્ટમાં સામેલ થાય છે. જ્યારે ટૂર્નામેન્ટના ખેલાડી વરુણ ચક્રવર્તી અને આર સાઈ કિશોર વગેરેને આઈપીએલની ટીમોમાં પણ પસંદ કરવામાં આવી ચુક્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer