ભુજમાં એક્ટિવા સ્કૂટરના અકસ્માતમાં વૃદ્ધને ઇજા

ભુજ, તા. 1 : શહેરમાં મુંદરા રિલોકેશન સાઇટ ખાતે પ્રમુખ સ્વામી નગર વિસ્તારમાં ચોકડી ખાતે એક્ટિવા સ્કૂટરને નડેલા અકસ્માતમાં તેના ચાલક આ વિસ્તારમાં રહેતા મનસુખલાલ હીરજી ઉમરાણિયા (ઉ.વ.62) જખ્મી થયા હતા. ગઇકાલે મોડીસાંજે થયેલા આ અકસ્માતમાં ભોગ બનનાર શ્રી ઉમરાણિયાને મોઢાં અને કપાળ ઉપર ઇજાઓ થવા સાથે તેમને અત્રેની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. માર્ગમાં શ્વાન આડો આવી જતાં તેના કારણે એક્ટિવા સ્લીપ થઇ જવા સાથે આ અકસ્માત થયાનું લખાવાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. એ. ડિવિઝન પોલીસ મથકે આગળની તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer