પદમપરના અઠવાડિયા જૂના હુમલા કેસમાં પ્રતિ ફરિયાદ

ભુજ, તા. 1 : માંડવી તાલુકામાં ગઢશીશા પોલીસ મથક હેઠળ આવતાં પદમપર ગામે અઠવાડિયા પહેલાં બનેલા હુમલાના કેસમાં પ્રતિ ફરિયાદ દાખલ કરાવાઇ હતી. પદમપરના રાજેશ નારાણ ધોળુ (ઉ.વ.32)એ આ મામલામાં ગામના મેજા રામા રબારી, મગા રામા રબારી અને રૂકભાઇ કારા રબારી સામે આ પ્રતિ ગુનો દાખલ ગઇકાલે કરાવ્યો હતો. વરસાદના પાણીને વાળવા પાળો બાંધવા બાબતની તકરારમાં આરોપીઓએ ફરિયાદી અને તેના પિતાને માર માર્યો હોવાનું આ ફરિયાદમાં લખાવાયું છે. હેડ કોન્સ્ટેબલ ભરત ચૌધરીએ કેસની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer