આદિપુરમાં નિવૃત્ત શિક્ષકની મિલકત પર કબ્જાની ફરિયાદ

ભુજ, તા. 1 : અમદાવાદ ખાતે હાલે રહેતા નિવૃત્ત શિક્ષક અશોકભાઇ રમણલાલ મોદીની આદિપુર ખાતે કપિલ મુનિ આશ્રમ પાસે આવેલી મિલકત (દુકાન)ના તાળાં તોડી તેમાં ઘૂસીને તેના ઉપર ગેરકાયદે કબજો કરાયો હોવાની ફરિયાદ-અરજી પોલીસને અપાઇ છે. નિવૃત્ત શિક્ષક શ્રી મોદીએ પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના અધીક્ષક સમક્ષ લેખિતમાં આ ફરિયાદ કરતાં મિલકત (દુકાન) ઉપર કબજો કરનારા કહેવાતા લોકોની નામજોગ વિગતો આપી હતી. કબજે કરાયેલી દુકાનમાં આ પ્રકરણના જવાબદારો દ્વારા તેમનાં કામકાજ શરૂ કરી દેવાયાં હોવાની અને આ બાબતે તેમને કહેવા જતાં તેઓ ધાકધમકી કરી રહયા હોવાનું પણ અરજીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer