વધુ પાંચ સાથે સપ્તાહમાં અંજારમાં 37 કોરોના પોઝિટિવ

વધુ પાંચ સાથે સપ્તાહમાં અંજારમાં 37 કોરોના પોઝિટિવ
ભુજ, તા. 31 : ચાર દિવસની આંશિક રાહત બાદ આજે ફરી એકવાર કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવવા સાથે એકસામટા 20 પોઝિટિવ કેસ નોંધાતાં ફરી એકવાર મહામારીના વધતા વ્યાપે સહેજ ઉચ્ચાટની સ્થિતિ સર્જી દીધી છે. કેસના આંકમાં લગભગ બમણા વધારા સાથે કુલ કેસનો આંક પ30 પર પહોંચી ગયો છે. જુલાઈ માસની વાત કરીએ તો આ એક જ માસમાં અધધધ કહી શકાય એમ 366 જેટલા કેસ નોંધાયા છે. આજે કોરોનાએ વધુ એક દર્દીનો ભોગ પણ લેતાં તંત્રના ચોપડે મરણાંક 23 બતાવાય છે. ભુજની જૂની રાવલવાડીમાં રહેતી પ7 વર્ષીય મહિલાનો કોરોનાએ ભોગ લીધો છે. હતભાગી મહિલાનો રિપોર્ટ આવે તે પૂર્વે જ તેનું મોત નીપજયું હતું. હંસાબેન નવીનચંદ્ર સોની નામના મહિલાને તાવ, શ્વાસ લેવામાં ફરિયાદ સાથે 29મી તારીખે દાખલ કરાયા હતા. આજે તેમનો સત્તાવાર રિપોર્ટ?આવ્યા પૂર્વે જ બપોરે પોણા બાર વાગ્યે ન્યુમોનિયાની અસર સાથે હૃદયરોગનો હુમલો આવતાં મોત નીપજ્યાનું જિલ્લા આરોગ્ય વિભાગે જારી કર્યું છે. આ મહિલા ડાયાબિટીસથી પીડાતા હતા અને તેમને વેન્ટિલેટર બાયપેપ સપોર્ટ પર સારવાર અપાઈ હતી. પોઝિટિવ કેસ આવવા સાથે મહિલાનું મોત થતાં જૂની રાવલવાડી વિસ્તારમાં ભય પ્રસર્યો છે. આજે જિલ્લામાં સૌથી વધુ છ કેસ ગાંધીધામમાં નોંધાયા છે. સપનાનગરમાં રહેતા હસાનંદ રૂપચંદ સિહન, આદિપુરમાં રહેતા વિનિતા ખેમચંદ શૌકાણી, નંદનગર અંતરજાળમાં રહેતા વીણાબેન વર્ધીલાલ દરજી, ભારતનગરમાં રહેતા ચમનલાલ લાલજી મકવાણા, સપના નગરમાં રહેતા પુષ્પાબેન ચાવડા કોરોના સંક્રમિત થયા છે. આ છ દર્દીની કોઇપણ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે તો આદિપુરના અલકાબેન રમેશ મ્યાત્રાનો ખાનગી લેબમાં કરાયેલો રિપોર્ટપોઝિટિવ આવ્યો છે. અંજાર શહેરમાં આજે વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. વિજય નગરમાં રહેતા ચંદલકુમાર નવલકિશોર, કૈલાસનગરના શિવાની રવિ બાંભણિયા, પરીક્ષિત રવિ બાંભણિયા, ગાયત્રી સોસાયટીમાં રહેતા વીરલ મૂળવંત પરમાર, ખલીફા કોલોનીમાં રહેતા લતીફ સુલેમાન ખલીફા અને ગાયત્રી ચાર રસ્તા પાસે રહેતા અજય દેવાશી વાડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પ્રાંત અધિકારી વી.કે. જોશી, સુધરાઇ પ્રમુખ રાજેશ ઠક્કર, મામલતદાર એ.બી. મંડોરી, મુખ્ય અધિકારી સંજય પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી અંજારિયાના માર્ગદર્શન તળે સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી હતી. અંજારના પાંચ સંક્રમિત દર્દી પૈકી 3 અન્ય દર્દીના સંપર્કમાં આવતાં સંક્રમિત થયા છે. એક દર્દીની વડોદરાની ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યારે એક દર્દી કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો નથી. અંજાર શહેર જાણે કે હોટસ્પોટ બની રહ્યું હોય તેમ પાછલા આઠ દિવસમાં અહીં 37 કેસ નોંધાયા છે. જિલ્લાના મુખ્ય મથક ભુજમાં કોરોનાના ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં આજે મૃત્યુ પામેલા મહિલાનોય સમાવેશ થાય છે. કેમ્પ એરિયામાં રહેતા આરતી મુકેશ રાજપૂત અન્ય દર્દીના સંપર્કમાં આવતાં સંક્રમિત થયા છે. તો ભીડગેટમાં રહેતા વેલજીભાઇ મારવાડાની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જ્યારે મમનદેવ નગર એરપોર્ટ રોડમાં રહેતા પૂજન શિવજી મહેશ્વરીએ ખાનગી લેબમાં કરાવેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અબડાસા સાંઘીપુરમમાં આજે લાંબા સમય બાદ ત્રણ કેસ નોંધાયા છે. લેબર કોલોનીમાં રહેતા રમેશ્વરકુમાર, પુષ્પેન્દ્ર મીણા અને નરેશ કુમાર મીણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નખત્રાણાના હરિજન વાસમાં રહેતા થાવર વિશ્રામ જેપારનો કોરોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે. રાપર શહેરમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યો હતો. શહેરની સરકારી  વસાહત વિકાસવાડીની સામે આવેલા કારિયાધામમાં રહેતા મોરતેજ અલી શેખ કોરોના સંક્રમિત થયા છે. બે દિવસ અગાઉ તબિયત બગડતાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. કોવિડ-19નો ટેસ્ટ કરાવતાં આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો. પૌલ અને આરોગ્ય ટીમ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોને અને વિસ્તારને ક્વોરેન્ટાઇન કરવા માટે કવાયત હાથ ધરાઇ હતી. અત્યાર સુધી રાપર તાલુકામાં 35 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.   

    16 દર્દીએ કોરોના સામેનો જંગ જીત્યો  ભુજ, તા. 31 : કોરોનાની મહામારી સામે લડત આપીને મુંદરાની એલાયન્સ હોસ્પિટલમાંથી 13 કોરોનાના દર્દીઓને વિદાય આપવામાં આવી હતી. રજા અપાયેલાઓમાં કુસુમબેન ઠક્કર, માહી ઠક્કર, પાયલ ઠક્કર, ઉમી સહારે, શિલા સહારે, અનસૂયા સહારે, જિતેશ સહારે, અર્જુન સહારે, ભૂપેન્દ્ર ઠક્કર, દર્શના શાહ, વાઘમશી દીપક, કૃષ્ણકુમાર, નીલેશ વેદાંતનો સમાવેશ થાય છે. હોસ્પિટલના તબીબોએ આ કુલ 13 દર્દીઓને સસ્મિત વિદાય આપી હતી. તો રજા અપાયેલા અન્ય દર્દીઓમાં  ભૂપેન્દ્ર ઠક્કર,  જયંતી પટેલ, નિકુંજસિંહ ઝાલા અને પ્રિયન ગોસ્વામીનો સમાવેશ થાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer