લોન મુદ્દે બેંકો અને સરકાર સામસામે

નવી દિલ્હી, તા. 31 : કોરોનાનાં કપરા કાળમાં બેન્ક લોનનાં હપ્તાની ચૂકવણીમાં છૂટ એટલે કે મોરાટોરિયમની અવધિ વધારવા મુદ્દે હવે બેન્કો અને સરકાર સામસામે આવી ગઈ છે. એકબાજુ દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈનાં ચેરમેન રજનીશ કુમાર આનાં વિરોધમાં છે તો બીજીબાજુ નાણામંત્રી નિર્મલા સીતારમણ છૂટ વધારવાનાં સંકેત આપી રહ્યા છે.નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું હતું કે, નાણા મંત્રાલય રિઝર્વ બેન્ક સાથે મળીને લોન ચૂકવવા માટે રાહતની મુદ્દત વધારવા માટે વિચારી રહી છે. આટલું જ નહીં હોસ્પિટાલિટી સેક્ટરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓ લોકોની સમસ્યાને પૂરી રીતે સમજે છે. હોસ્પિટાલિટી સેક્ટર દ્વારા મોરાટોરિયમ લંબાવવાની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું હતું કે, બેન્કો એમએસએમઈ સેક્ટરને લોન આપવાનો ઈનકાર કરી શકે નહીં. તેમણે કહ્યું કે, જો કોઈ બેન્ક આવું કરે તો તેનાં વિશે સરકાર વિચાર કરશે.  આ દરમિયાન એસબીઆઈનાં ચેરમેન રજનીશ કુમારે કહ્યું છે કે, મોરાટોરિયમની અવધિ ઓગસ્ટ સુધી વધારવી ઠીક નથી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer