ગુજરાતમાં 61,442 સંક્રમિત, 2441 મોત

અમદાવાદ, તા. 31 (પ્રતિનિધિ દ્વારા)?: અનલોક-2ના અંતિમ દિવસે શુક્રવારે ગુજરાતમાં નવા 1153 કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 61442 થઈ ગઈ છે, તો વધુ 23 દર્દીનાં મોત સાથે મરણાંક 2441 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 873 સંક્રમિતો વાયરસમુક્ત થતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધીને 44977 થઈ ગઈ છે. રાજ્યમાં કુલ્લ 14090 સક્રિય કેસ છે. અનલોક-1 કરતાં અનલોક-2માં 80 ટકા વધુ કેસ  નોંધાયા છે. વીતેલા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં નોંધાયેલા કુલ 1153 કોરોના સંક્રમિતના કેસોમાંથી 572 શહેરોમાં અને  576 ગ્રામ્ય વિસ્તાર સહિત 5 અન્ય રાજ્યના કેસ છે.  સુરત શહેરમાં 219 અને ગ્રામ્યના 65 થઈને કુલ 284, અમદાવાદ શહેરમાં 140 અને ગ્રામ્યના 36 થઈને કુલ 176, વડોદરામાં 94, રાજકોટમાં 79, ભાવનગરમાં 47, જામગનરમાં 42, ગાંધીનગરમાં 40 કેસ નોંધાયા છે. વીતેલા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં 23 કોરોના દર્દીના મોત નીપજ્યા હતા, જેમાં સૌથી વધુ સુરતમાં 11, અમદાવાદમાં 4, વડોદરામાં 3, રાજકોટમાં 2  જ્યારે જૂનાગઢ, ખેડા અને મહેસાણામાં 1-1 મૃત્યુ નોંધાયા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer