રામમંદિર : મંચ પર વડાપ્રધાન સહિત પાંચ મહાનુભાવો રહેશે

લખનૌ, તા. 31 : રામમંદિર ભૂમિપૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ઓગસ્ટની સવારે 11.15 વાગ્યે પહોંચશે અને બપોરે બે વાગ્યે અયોધ્યાથી રવાના થઇ જશે. ભૂમિપૂજન સમારોહમાં મંચ પર માત્ર પાંચ મહાનુભાવો રહેશે. વડાપ્રધાન મોદી ઉપરાંત ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ મંચ પર ઉપસ્થિત રહેશે. દરમ્યાન, રામમંદિરના પાયામાંસોનાના શેષનાગ અને ચાંદીનો કાચબો મૂકવામાં આવશે તેવું કાશી વિદ્વત પરિષદના મંત્રી પંડિત રામનારાયણ દ્વિવેદીએ જણાવ્યું હતું. ઉપરાંત, પંચરત્ન-મૂંગા, 5ન્ના, નીલમ, માણેક, પોખરાજ, પાંચ રજત બેલપત્ર અને પાંચ ચાંદીના સિક્કા પણ પાયામાં મુકાશે. વડાપ્રદાનને લાકડીથી નિર્મિત ભગવાન રામનું કોદંડ ધનુષ અને એક ફૂટની લવ-કુશની પ્રતિમા ભેટ અપાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer