કોંગ્રેસમાં `આંતરિક ઘર્ષણ'' સપાટીએ

આનંદ કે. વ્યાસ તરફથી-  નવી દિલ્હી, તા. 31 : લોકસભામાં ધબડકા બાદનાં આત્મમંથન અને રાહુલ ગાંધીને પુન: સુકાન સોંપી સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર કોંગ્રેસની યંગબ્રિગેડ અને જૂના જોગીઓ વચ્ચે આંતરિક ઘર્ષણ સપાટી પર આવ્યું છે. આ બે જૂથો વચ્ચે દલીલનો મુખ્ય મુદ્દો સોનિયા ગાંધીનાં વડપણવાળી ગુરુવારની બેઠક લોકસભા ચૂંટણી ધબડકા પર આત્મમંથનનો હતો. રાહુલની છાવણીના સભ્યો આ ધબડકા માટે યુપીએ-2ની નેતાગીરીને દોષ આપે છે. બીજી તરફ, વરિષ્ઠ નેતાઓ છૂપા પ્રહારમાં 2019 લોકસભા ચૂંટણીમાં રાહુલનાં નેતૃત્વ તળે પક્ષના ધબડકાની વાત કરતાં એવો આક્ષેપ કરે છે કે, પોતાની નિષ્ફળતાના કારણો પરથી ધ્યાન હટાવવા રાહુલે પ્રમુખપદ છોડવાનું નાટક કર્યું હતું.એ.કે. એન્ટોનીના વડપણવાળી સમિતિએ 2014 ચૂંટણી રકાસ પછી આપેલા અહેવાલનો કોંગ્રેસ નેતાગીરીએ કદી અમલ ન કર્યો, આવી સ્થિતિમાં એ જોવાનું રહે છે કે, બે જૂથો વચ્ચે સુમેળનો ફોર્મ્યુલા લાવી સોનિયા અધ્યક્ષપદ પર જારી રહે છે કે નહીં. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer