37.1 ડિગ્રીએ કંડલા પોર્ટ રાજ્યનું ગરમ મથક બન્યું

ભુજ, તા. 31 : વરસાદના વર્તારા વચ્ચે કચ્છમાં ધૂપછાંવનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્તમ પારો ઊંચકાવવાનો સીલસીલો જારી રહેતાં ઉકળાટની અનુભૂતિ યથાવત્ રહી છે. આજે 37.1 ડિગ્રી સાથે કંડલા પોર્ટ કેન્દ્ર રાજ્યનું સર્વાધિક ગરમ મથક બન્યું હતું જ્યારે 36.8 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. કંડલા (એ.)માં 35.5 અને નલિયામાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉકળાટમાં વધારો થતાં મેઘસવારી જિલ્લાને ફરી ભીંજવે તેવી આશા બંધાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer