સીઝ કરાયેલા ટેન્કર માટે બેન્ક ગેરંટી મુક્તિનો આદેશ કરાયો

ભુજ, તા. 31 : માંડવી-ભુજ રોડ ઉપર ધી વિલેજ રિસોર્ટ પાસેના એસ.જે. એન્ડ સન્સ નામના બાયોડીઝલ પંપ ખાતે તપાસણી દરમ્યાન મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરાયેલા ટેન્કરના કેસમાં દાવાના આખરી નિકાલ સુધી બેન્ક ગેરંટીથી મૂક્ત કરતો આદેશ કરાયો હતો. આ ટેન્કરના માલિક આશીર્વાદ ક્રશ મેટલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાહનની ઉપયોગીતા સહિતના પાસાંઓ આગળ ધરી તેને બેન્ક ગેરંટીથી મૂકત કરવા કલેક્ટર સમક્ષ અરજી કરી હતી. કલેકટરે આ અરજી મંજૂર કરતો આદેશ કર્યો હતો. આ કેસમાં વાહન માલિક કંપની તરફથી વકીલ તરીકે મહેન્દ્ર દયારામ ઠક્કર, કુલિન જે. ભગત, અકુલ એ. અમૃતિયા, અમિત ચંદે અને કોમલ સી. ઠક્કર રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer