આઈપીએલના આયોજનમાં અનેક સમસ્યા

મુંબઈ, તા.31: આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની રવિવારે બેઠક મળવાની છે. જેમાં કોરોનાકાળ વચ્ચે યૂએઇમાં આઇપીએલના આયોજનને લઇને અનેક મુદાઓ પર સઘન ચર્ચા થશે અને નિર્ણય લેવાશે. આઇપીએલ-2020 માટે શું દીશા-નિર્દેશ નક્કી કરવા તે મુખ્ય મુદો બની રહેશે. આ બેઠકમાં આઇપીએલની 13મી સિઝન માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (તજ્ઞા)ને અંતિમ રૂપ આપવામાં આવશે. આઇપીએલની એક ફ્રેંચાઇઝી પાસે મોટાભાગે 2પ-28 ખેલાડીનો કાફલો હોય છે. સપોર્ટ સ્ટાફ જુદો. આથી કોરોના મહામારી વચ્ચે તેમને સુરક્ષિત સાચવવા દરેક ફ્રેંચાઇઝી માટે મહત્વનું બની રહેશે. આથી દરેક ફ્રેંચાઇઝી તેમની ટીમની સંખ્યા અને સપોર્ટ સ્ટાફમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યંy છે. આ ઉપરાંત દરેક ફ્રેંચાઇઝીએ ખુદનું બાયો-બબલ બનાવવાનું રહેશે. જ્યારે 2014માં યૂએઇના થોડા મેચ રમાયા હતા. ત્યારે 6 ટીમ ઓછા ખેલાડીને લઇને ગઇ હતી. હવે આ વખતે કોવિડ-19ને ધ્યાને રાખીને દરેક ટીમ 20થી વધુ ખેલાડી લઇ જશે નહીં તેવું જાણવા મળે છે. ડ્રેસિંગ રૂમમાં ભીડ પણ ઓછી રહે તેનું ખાસ ધ્યાન રખાશે. કેટલીક ફ્રેંચાઇઝી કોચ અને ટીમ મેનેજમેન્ટ પર આખરી ફેંસલો છોડી દેશે. એવું પણ બની શકે છે કે મેચના દિવસે 1પ ખેલાડીને જ મેદાન પર લઇ આવશે. બાકીના હોટેલમાં જ રહેશે. નેટ બોલરોની પણ બાદબાકી થઇ શકે છે. દરેક ટીમનો યૂએઇમાં લગભગ અઢી મહિના જેવો પડાવ રહેશે. આથી તેમને નેટ બોલરોની જરૂર તો પડશે. જે યૂએઇ પાસે નથી. જે પણ દરેક ફ્રેંચાઇઝી માટે મોટી સમસ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer