ભચાઉ અને સામખિયાળી વચ્ચે અજ્ઞાત ટ્રેઈલર તળે બાઈકના સવારનું મોત

ગાંધીધામ, તા. 31 :જિલ્લામાં માર્ગ અકસ્માત અને અકસ્માત મોતના બે બનાવમાં બે લોકોનાં  મૃત્યુ થયા હતા. સામખિયાળી-ભચાઉ ધોરીમાર્ગ અજાણ્યા વાહનની ટક્કરે સવજીભાઈ માલીનું  તથા મુંદરામાં નાદુસ્ત તબિયતને કારણે શ્રમિક મિન્ટુકુમાર જગદયાળ રાય (ઉ.20)નું મોત થયુ હતું. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં  જણાવ્યુ હતું કે સામખિયાળી -ભચાઉ ધોરીમાર્ગે આશિષ હોટલ પાસે અકસ્માતનો  બનાવ ગત  તા. 25/7ના બપોરના એક વાગ્યાના અરસામાં  બન્યો હતો. પિતા  વજીભાઈ માલી અને પુત્ર ભગદીશભાઈ સવજીભાઈ માલી મોટર સાઈકલ લઈ આદિપુર આવી રહ્યા હતા તે સમયે અજાણ્યા ટેઈલરે મોટર સાઈકલને કોઈ પ્રકારે ટક્કર મારી હતી. જેમાં સવજીભાઈને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચતાં તેમનું  મોત થયું હતું. તેમજ પુત્ર ભગદીશભાઈને ઈજા થઈ હોવાનુ પોલીસે કહ્યું હતું. આ અંગે પોલીસે  તપાસ હાથ ધરી છે.  મુંદરા તાલુકામાં શક્તિનગર, રાજલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં રહેતા શ્રમિક મિન્ટુકુમાર જગદયાળ રાય તા. 29/7ના રાત્રિના 11.45 વાગ્યાના બોલબોલ કરવા લાગ્યો હતો. તેનું  શરીર ગરમ  હતું અને તે ધ્રૂજતો હતો. તે બડબડ કરતો હોવાથી તેને મુંદરા પોલીસ મથકે લઈ જવાયો હતો. ત્યાંથી તેને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. મૃતક મિન્ટુભાઈના પોસ્ટમોર્ટમ અહેવાલ બાદ તેના મૃત્યુનું કારણ જાણી શકાશે તેવું પોલીસે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer