ચોરીના કેસમાં બે ભુજવાસીની જામીન અરજી નામંજૂર કરાઇ

ભુજ, તા. 31 : ભુજ શહેર એ- ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયેલા ચોરીના પ્રકરણમાં ધરપકડ કરાયેલા ભુજના પ્રભુનગર-2માં રહેતા રાહુલ બાબુલાલ જેઠી અને કોડકી રોડ ઉપર રહેતા વિનય મોહનલાલ રાઠોડ માટે મુકાયેલી જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. ગત તા. 1લી જૂનના નોંધાયેલા ચોરીના આ ગુનામાં આ બન્ને આરોપીની સંડોવણી સ્પષ્ટ થયા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ બન્ને જયુડિશીયલ કસ્ટડીમાં જેલમાં છે. દરમ્યાન આ બન્ને માટે અત્રેના દશમા અધિક સેશન્સ જજ આર.વી. મંડાનીની કોર્ટ સમક્ષ નિયમિત જામીન અરજી મુકાઇ હતી. ઓનલાઇન સુનાવણીમાં બન્ને પક્ષની દલીલો અને આધાર-પુરાવા તપાસી બન્નેની જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો ન્યાયાધીશે આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ પી.વી. વાણિયા રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer