ચીરઈ પાસેનો માલવાહક ટ્રેનનો એ બનાવ યુવકનાં મોત સાથે જીવલેણ બન્યો

ગાંધીધામ, તા.31 : ભચાઉ તાલુકાનાં ચીરઈ રેલવે સ્ટેશન નજીક ગુડઝ ટેનમાં લાગેલી  આગમાં ગંભીર રીતે દાઝેલા નિધિશકુમાર  જયપ્રકાશ શર્મા (ઉ.25)નું મોત થયું હતું.  મુંદરા પોર્ટ દ્વારા નિકાસ અર્થે દાદરથી મુંદરા આવતી વાતાનુકૂલિત ગુડઝ ટેનમાં ચીરઈ રેલવે સ્ટેશન પાસે તાપમાનને નિયંત્રિત કરતા શોર્ટ સર્કિટના કારણે જનરેટર કન્ટેનરમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ  ધારણ કરી  લીધું હતું. જેમાં ગંભીર રીતે દાઝેલા નિધિશ શર્મા (ઉ.25)ને  ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવારઅર્થે અમદાવાદ મોકલાયા હતા. દરમ્યાન સામખિયાળી પાસે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા તેવું પોલીસે જણાવ્યું હતું. આ બનાવમાં દાઝેલા પ્રસાદ શર્મા (ઉ.27)ની અમદાવાદમાં સારવાર ચાલુ હોવાનું પોલીસે ઉમેર્યું  હતું. ગુડઝ  ટેનમાં  લાગેલી આગના આ બનાવમાં માત્ર જનરેટરને નુકસાન થયું હતું. સમગ્ર મામલે રેલતંત્ર  દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું  રેલવેના  સંબંધિતોએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer