નિરોણા નદી કાંઠે આડશ ઊભી નહીં કરાય તો કલા બજાર જશે પાણીમાં !

નિરોણા (તા. નખત્રાણા), તા. 31 : અહીંના કારીગરો માટે અતિમહત્ત્વની ગણાતી કલા બજાર જે જમીન પર નિર્માણ કરવાનું આયોજન કરાયું છે તે જમીન નદી પટ્ટ નજીકના વિસ્તારમાં હોઇ તેને પૂરથી રક્ષણ આપવા આડશ?ઊભી કરાય તો જ આ બજારને સલામતી મળી શકશે. ગામલોકોના કહેવા પ્રમાણે અતિવૃષ્ટિમાં નિરોણા ડેમ છલકાતાં ઓગમનમાંથી ભારે માત્રામાં વરસાદી પાણી ઓગની ધુડુડ નદી વાટે ગામ નજીકથી અહીં ઉત્તરે રણમાં સમાય છે, જે સ્થળે કલા બજાર નિર્માણ થયું છે તેની નજીકથી નીકળતી આ નદી અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં ભારે ગાંડીતુર બને છે. નદીના ચોક્કસ બાંધેલા કાંઠાઓ ન હોવાને કારણે ભૂતકાળમાં અનેક વખત આ નદી બે-ત્રણ?ફાંટામાં ફંટાઇ આ જમીન અને તેની આસપાસના ખેતરો અને રસ્તાઓમાં ભારે નુકસાની સર્જી છે. જેથી આ જમીન ઉપરથી ફંટાતા ફાંટાઓ આડે પૂર સંરક્ષણની દીવાલ કે આડશ ઊભી કરવામાં નહીં આવે તો પૂર જેવી પરિસ્થિતિમાં નદીના પાણી કલા બજાર પર ફરી મોટી નુકસાની સર્જી?શકે છે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer