કચ્છ શાખા નહેરનાં કામોમાં આચરાયેલી ગેરરીતિની તટસ્થ તપાસ કરો

ભુજ, તા. 31 : સરદાર સરોવર નિગમ દ્વારા નર્મદાની કચ્છ શાખા નહેરનાં કામોમાં આચરાયેલી ગેરરીતિની રાજ્યના લાંચ-રુશ્વત વિરોધી બ્યૂરો મારફત તટસ્થ તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના મંત્રી રવીન્દ્ર ત્રવાડીએ એસીબીના ડાયરેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર શાખા નહેરના બાંધકામમાં આચરાયેલો ભ્રષ્ટાચાર ઊડીને આંખે વળગી રહ્યો છે. તંત્ર તેમજ કોન્ટ્રાકટરની મિલીભગતથી આખુંય કાંડ આચરાયાનો આક્ષેપ કરી નિષ્પક્ષ તપાસની માંગ કરીને તેનો સ્વીકાર નહીં કરાય તો હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવાની તૈયારી દેખાડાઇ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer