પર્યાવરણના જતન માટે સીમા સુરક્ષા બળની બટાલીયન 105 કટિબદ્ધ

પર્યાવરણના જતન માટે સીમા સુરક્ષા બળની બટાલીયન 105 કટિબદ્ધ
ગાંધીધામ, તા. 12 : શહેરની ભાગોળે આવેલા સીમા સુરક્ષા બળના પરિસરમાં વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વિશેષ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત 105 બટાલીયનના અધિકારીઓ અને જવાનો દ્વારા પરિસરમાં  વિવિધ પ્રકારના 1600 જેટલાં વૃક્ષ રોપવામાં આવ્યાં હતાં. પર્યાવરણને સ્વચ્છ રાખવાના હેતુથી  આજે આ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન કોરોનાના નિયમોનું પણ ચુસ્ત  રીતે પાલન કરવામાં આવ્યું હતું. આ વેળાએ હાજર રહેલા કાર્યવાહક કમાન્ડન્ટ રાહુલ વશિષ્ઠે આ આયોજનને બિરદાવ્યું હતું.  105 બટાલીયન પર્યાવરણની જાળવણીમાં હંમેશાં અગ્રેસર રહી છે. બટાલીયન દ્વારા દરેક વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે ત્યાર બાદ વૃક્ષોનો યોગ્ય ઉછેર થાય તે માટે પણ અગ્રેસર રહેતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ વેળાએ અધિકારીઓ, જવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer