નાયબ ડીડીઓ સહિતના સાત દર્દીઓ સાજા થયા

નાયબ ડીડીઓ સહિતના સાત દર્દીઓ સાજા થયા
ભુજ, તા.12 : આજે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિ સહિતના સાત દર્દીઓએ કોરોના સામેનો જંગ જીતી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત માત્ર ચાર દિવસમાં નિયમ વિરુદ્ધ ડિસ્ચાર્જ થયા બાદ ઉહાપોહ મચતાં ફરી દાખલ થયેલા રાપરના તબીબ દેવેન્દ્રગિરિ ગોસ્વામીને આજે સત્તાવાર રજા અપાયાનો યાદીમાં ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત ભુજના દિનેશ મહેતા, બેલાના કૃપાલસિંહ વાઘેલા અને ઘનુભા વાઘેલા, દીપક મગનલાલ જોશી ઉપરાંત મુંદરાની એલાયન્સ હોસ્પિટલમાંથી કોઠારા તા. અબડાસાના રાજુબા સોઢાને 14 દિવસ સારવાર બાદ રજા અપાઈ હતી. એલાયન્સ હોસ્પિટલના ડોક્ટરો તથા સમગ્ર સ્ટાફે સારી સારવાર કરી હતી તે બદલ તેમનો આભાર માન્યો હતો. ડો. હિતેશ જિગરે તકેદારીના ભાગરૂપે જણાવ્યું હતું કે હાલમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer