પુરુષોત્તમપ્રિયદાસજીના અનુગામી તરીકે જિતેન્દ્રપ્રિયદાસજી નિમાયા

પુરુષોત્તમપ્રિયદાસજીના અનુગામી તરીકે જિતેન્દ્રપ્રિયદાસજી નિમાયા
અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ શહેરના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની તબિયત નાજુક છે ત્યારે સ્વામિનાયારણ ગાદી સંસ્થાને પુરુષોત્તમપ્રિયદાસજીના આધ્યાત્મિક વારસદારની નિમણૂક કરી છે. સ્વામી પુરુષોત્તમપ્રિયદાસજીના અનુગામી તરીકે સ્વામી જિતેન્દ્રીયપ્રિયદાસજીની નિમણૂક કરવામાં આવી છે. મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં સંસ્થાના વરિષ્ઠ સંતોની બેઠક 9મી જુલાઇ 2020ના યોજાઇ હતી. જેમાં જિતેન્દ્રીયપ્રિયદાસજીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુરુદેવ  મુક્તજીવન સ્વામીબાપાએ પોતાના અનુગામી વારસદાર તરીકે આચાર્ય પુરુષોત્તપ્રિયદાસજી સ્વામીની સ્વહસ્તે નિમણૂક કરી હતી પરંતુ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના લાંબા સમયથી ચાલતા નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે તેમના અનુગામી વારસદાર તરીકે નિમણૂક કરી નથી. આવી પરિસ્થિતિમાં અનુગામી વારસદારની પસંદગી કરવાની પ્રક્રિયા મુક્તજીવન સ્વીમીબાપા સંત-પાર્ષદ મંડળ બંધારણમાં જણાવાયું છે. તે ન્યાયે તમામ સંતોની સહમતી અને સમર્થન સાથે વરિષ્ઠ સંતોને સદ્ગુરુ શાસ્ત્રી જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીને સ્વામિનારાયણ ગાદીના આગામી આધ્યાત્મિક વારસદાર અને આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અનુગામી વારસદાર તરીકે નિમણૂક કરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer