ગાંધીધામમાં વરસાદી પાણીમાં ચંદન ગો તરતી દેખાતાં ડર

ગાંધીધામમાં વરસાદી પાણીમાં ચંદન ગો તરતી દેખાતાં ડર
ગાંધીધામ, તા.12 : શહેરના લીલાશાહ વિસ્તારમાં વરસાદી પાણીના પ્રવાહીમાં ચંદન ગો આવી જતાં લોકોમાં ભય પ્રસર્યો હતો.જો કે ગૌ રક્ષક સેવા સમિતિની ટીમે તેને  પકડીને સુરક્ષિત સ્થળે છોડતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. લીલાશાહ શિવમંદિર પાસે વરસાદી પાણીમાં ચંદન ગો આવી  હતી. એક તબક્કે સોશિયલ મીડિયામાં પાણીમાં મગર આવ્યો હોવાનો સંદેશો  વહેતો થતાં નાગરિકોમાં ડર વ્યાપ્યો હતો. ભારે મથામણ બાદ  ગા-રક્ષક સેવા સમિતિની ટીમ દ્વારા આ ગો ને પકડી પાડવામાં આવી હતી.ત્યારબાદ તેને જંગલમાં છોડી મુકાઈ હતી. આ કામગીરીમાં સમિતિના  રતિલાલ પરમાર, સુરેશ ગોસ્વામી, રમેશ બાવાજી, જયુભા વાઘેલા સહિતના જોડાયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer