ભચાઉમાં પિતાના વાહન તળે ચાર વર્ષીય પુત્રના મોતથી ચકચાર

ગાંધીધામ, તા. 12 : ભચાઉમાં પિતાના ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જનારા ચાર વર્ષીય પુત્ર અજય કાલુભાઈ હટીલાનું સારવાર દરમ્યાન મોત થતાં ચકચાર પ્રસરી હતી.પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો  આપતાં કહ્યું હતું કે ભચાઉ રેલવે ફાટક પાસે રેલવેના ઈલેકટ્રીક થાંભલા નાખવાના કામ દરમ્યાન આજે  બપોરના બે વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. પિતા કાલુભાઈ બાલુભાઈ હટીલા ટેકટર નં. જીજે- 12-કે-2516  તથા ટ્રોલી નં. જીજે-  12-એવી-3120 ઊભું રાખી જમવા બેઠા હતા. દરમ્યાન પુત્ર અજય જમીને  ટેકટર ટ્રોલી નીચે સૂઈ ગયો હતો. તેવામાં પિતા કાલુભાઈએ ટેકટર પાછળ લેતાં ટાયર બાળકના માથા ઉપરથી     ફરી વળ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા આ બાળકને ભચાઉ વાગડ વેલ્ફેર હોસ્પિટલ ખાતે  પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર માટે આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં  ખસેડાયો હતો, પંરતુ  તેને સારવાર કારગત નીવડે તે પહેલાં બાળકે અંતિમ શ્વાસ લેતાં પરિવારમાં ગમગીની પ્રસરી હતી.આ મામલે પી.એસ.આઈ. છાયાબેન રાઠોડે આગળની  તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer