ઇંગ્લેન્ડ સામે વિન્ડિઝનો રોમાંચક વિજય

સાઉથમ્પટન તા. 12 : કોરોના મહામારી દરમિયાન રમાઇ રહેલી પહેલી ટેસ્ટમાં મીડલ ઓર્ડર બેટસમેન જર્મેન બ્લેકવૂડની 9પ રનની શાનદાર ઇનિંગથી પ્રવાસી ટીમ વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડને આંચકો આપીને 4 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. આથી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં વિન્ડિઝ 1-0થી આગળ થયું છે. આજે મેચના આખરી દિવસે રમતના આખરી કલાકમાં રસાકસી વચ્ચે વેસ્ટ ઇન્ડિઝે 200 રનનું વિજય લક્ષ્યાંક ઓવરમાં વિકેટ ગુમાવીને પાર પાડયું હતું. એક સમયે વિન્ડિઝે 3પ રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોસ્ટન ચેજ (37) અને બ્લેકવૂડ વચ્ચે 73 રનની ભાગીદારી થઇ હતી. જે વિન્ડિઝની વાપસી થઇ હતી. બાદમાં બ્લેકવૂડે પાંચમી વિકેટમાં શેન ડોરવિચ (20) સાથે 68 રનની ભાગીદારી કરી હતી. બ્લેકવૂડે 1પ4 દડામાં 12 ચોગ્ગાથી 9પ રન કર્યા હતા.આ પહેલા આજે મેચના પાંચમા અને આખરી દિવસે લંચ પહેલા ઇંગ્લેન્ડનો બીજો દાવ 111.2 ઓવરમાં 313 રને સમાપ્ત થયો હતો. આથી વેસ્ટ ઇન્ડિઝને 200 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝ તરફથી ઝડપી બોલર ગેબ્રિયલે ફરી કાતિલ બોલિંગ કરીને 7પ રનમાં પ વિકેટ લીધી હતી. તેની મેચમાં 9 વિકેટ થઇ છે. એક સમયે ઇંગ્લેન્ડના પ વિકેટે 249 રન હતા અને મજબૂત સ્થિતિ હતી. આ પછી ઇંગ્લેન્ડે 30 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. આથી વિન્ડિઝની વાપસી થઇ હતી.ઇંગ્લેન્ડ તરફથી બીજા દાવમાં સૌથી વધુ 76 રન ઝેક ક્રાવલેએ કર્યા હતા. જયારે રોરી બર્ન્સે 42, ડોમ સિબલેએ પ0, સુકાની બેન સ્ટોકસે 46 અને પૂંછડિયા જોફ્રા આર્ચરે 23 રન બનાવ્યા હતા. વિન્ડિઝ તરફથી ગેબ્રિયલની પ ઉપરાંત રોસ્ટન ચેઝ અને અલજારી જોસેફની 2-2 વિકેટ હતી. ઇંગ્લેન્ડના પહેલા દાવમાં 204 રન થયા હતા. આ સામે વિન્ડિઝે પહેલા દાવમાં 318 રન કર્યા હતા. આથી વિન્ડિઝને 114 રનની મહત્વની સરસાઇ મળી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer