ટીમ ઈન્ડિયાના ઓસી પ્રવાસને મંજૂરી

નવી દિલ્હી, તા.12: બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું છે કે ડિસેમ્બરમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. આ સાથે ગાંગુલીએ એવી આશા વ્યક્ત કરી કે ખેલાડીઓ માટે ત્યાં ક્વોરન્ટાઇન સમય થોડો ઓછો કરવામાં આવે. ઓસ્ટ્રેલિયામાં હાલ મેલબોર્નને બાદ કરતા કોવિડ-19ની સ્થિતિ નિયંત્રણમાં છે. ગાંગુલીએ એક ટીવી ચેનલ સાથેની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે `હા, બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસની મંજૂરી આપી દીધી છે. બસ, અમે એવું ઇચ્છીએ છીએ કે ત્યાં ક્વોરન્ટાઇન માટેનો સમય થોડો ઓછો કરવામાં આવે. અમે નથી ઇચ્છતા કે ખેલાડીઓ આટલા દૂર જાય અને બે સપ્તાહ સુધી હોટેલના રૂમમાં બેસી રહે. એ બહુ કષ્ટદાયક અને કંટાળાજનક રહેશે.' ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં 4 મેચની ટેસ્ટ સિરિઝ રમવાની છે. ગાંગુલીએ એમ પણ કહ્યંy કે `મેલબોર્નને બાદ કરતા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં કોરોનાની સ્થિતિ સારી છે.આ વાત ધ્યાને રાખીને અમે આ પ્રવાસની મંજૂરી આપી છે. અમે ક્રિકેટમાં વાપસી કરશું.' અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ હાલ ઇંગ્લેન્ડ પ્રવાસમાં પહેલી ટેસ્ટ રમી રહી છે. આ પહેલા તે 14 દિવસ ક્વોરન્ટાઇન થઈ હતી. પાકિસ્તાની ટીમ પણ હાલ ઇંગ્લેન્ડમાં બે સપ્તાહના ક્વોરન્ટાઇન પીરિયડમાં છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer