ભુજમાં પાઇપ વડે હુમલામાં તરુણ સહિતના બે ઘવાયા

ભુજ, તા. 12 : શહેરમાં જી.આઇ.ડી.સી. હંગામી આવાસ વિસ્તારમાં બસ સ્ટેન્ડ નજીક અગાઉના ઝઘડાના મનદુ:ખ અન્વયે લોખંડના પાઇપ વડે થયેલા હુમલામાં એક તરુણ અને એક યુવાન જખ્મી બનતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આજે સાંજે બનેલા આકિસ્સામાં 16 વર્ષની વયના નયન પરબત મારવાડા અને કમલેશ મોહનસિંહ સોઢા (ઉ.વ.20)ને ઇજાઓ થઇ હતી. આ બન્નેને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અગાઉના ઝઘડા અનુસંધાને આ જ વિસ્તારમાં રહેતા રાજેશ મથુરાદાસ પલણ, તેની પત્ની પૂનમબેન અને પુત્ર રોહન દ્વારા પાઇપથી આ હુમલો કરાયો હોવાની કેફિયત હોસ્પિટલ પોલીસ ચોકી સમક્ષ લખાવાઇ હોવાનું પોલીસ સાધનોએ જણાવ્યું હતું.    

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer