મસ્કતમાં કેરાના 46 વર્ષીય વ્યક્તિનું કોરોનાથી મોત

કેરા, તા. ભુજ, તા. 12 : અખાતી દેશ ઓમાનમાં કોરાના સંક્રમણ વધી રહ્યું છે. મૂળ કચ્છી કંપની અલતુર્કીના એક મજૂર કેમ્પમાં ફરજ પર કેરાના 46 વર્ષીય વિનોદ લાલજી હાલાઈનું કોરોના સંક્રમણના કારણે તા. 11/7નાં મોત નીપજ્યું હતું. મળતી વિગત મુજબ મસ્કત શહેરથી 100 કિ.મી. કંપનીનો કેમ્પ આવેલો છે, જેમાં 80 જેટલા કર્મીઓ કામ કરતા હતા. તેમાંથી સાઈઠેક જણને લક્ષણ દેખાતાં કંપનીએ ત્રણ બસ મોકલી હતી. કફ અને બોલવામાં તકલીફ સહિતની ફરિયાદો વચ્ચે દિવસો નીકળી ગયા અને કોરોનાનો સંકજો વધી ગયો. દવાખાને દાખલ થયા, સારવાર થતી હતી તે દરમ્યાન મોત નીપજવાનું તેમના પરિજનો દ્વારા જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અલતુર્કીમાં હાલ મજદૂરો સંબંધી વિવાદો વકરી રહ્યા છે. ત્યાં કેમ્પમાં કોરોનાનો ભય ફેલાયો છે. અલબત્ત સંક્રમિત જૂથ પૈકી મોટા ભાગનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું. મૃત્યુના સમાચારે કેરા-કુંદનપર ગામોમાં શોકનું મોજું ફેલાયું હતું. તેમની એક પુત્રી છે. અંતિમ સંસ્કાર મસ્કત કરાયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer