ભુજનું પાસપોર્ટ કેન્દ્ર ક્યારે શરૂ થશે ?

ભુજ, તા. 12 : કોરોના વાયરસને નાથવા માટે જારી કરાયેલું લોકડાઉન પૂર્ણ?થયું તથા અનલોકનો દોર શરૂ થયો એને ય ઘણો સમય વીતી ગયો છે. જનજીવન પૂર્વવત થઈ ગયું, લગભગ બધું ખૂલી ગયું, પણ ન ખૂલી ભુજની પાસપોર્ટ સેવા કેન્દ્ર કચેરી. 2પમી માર્ચે લોકડાઉન અમલી બન્યું ત્યારથી અત્યાર સુધી શહેરની વડી ટપાલ કચેરીએ સ્થિત આ કચેરી બંધ જ છે અને લોકોના પાસપોર્ટના કામ અટવાયેલાં છે. પાસપોર્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ કચેરી બંધ હોવાનું જાણવા મળે છે.એપ્રિલ-2017થી ભુજમાં શરૂ થયેલા પાસપોર્ટ સેવા કેન્દ્રમાં રોજની 100 એપોઈન્ટમેન્ટ હાથ પર લેવામાં આવતી હતી અને સરેરાશ રોજના 8પથી 90 પાસપોર્ટ ઈસ્યૂ થતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાત પ્રદેશમાં ભુજની પાસપોર્ટ ઓફિસમાં સૌથી વધુ પાસપોર્ટ જારી થતા હતા. પણ માર્ચ મહિનાથી આ કચેરી હજુ શરૂ થઈ નથી. આ કચેરી અંગેનો નિર્ણય પાસપોર્ટ ઓથોરિટીએ લેવાનો હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક ઓફિસો ખૂલી ગઈ, પોસ્ટની કચેરીઓ પણ કાર્યરત થઈ ગઈ છે ત્યારે પાસપોર્ટ કેન્દ્ર પણ વહેલું શરૂ થઈ જવું જોઈતું હતું. કોરોનાનો કહેર જારી છે અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો પર હજી પ્રતિબંધ છે પણ તેને લઈને પાસપોર્ટ ઈસ્યૂ કરવાનું બંધ રહે એમ માન લેવાનું કારણનથી. અલબત્ત એવું જાણવા મળે છે કે ઉચ્ચસ્તરે પાસપોર્ટ ઓથોરિટી અને પોસ્ટ તંત્ર વચ્ચે વાતચીત ચાલુ છે. આ સંદર્ભમાં ડાક અધીક્ષક મહેશ પરમારનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે પાસપોર્ટની ઉચ્ચ કચેરી તરફથી હજી કોઈ સૂચના આવી નથી. અલબત્ત મેં પાસપોર્ટ ઓથોરિટીનું ધ્યાન દોરી દીધું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer