દહીંસરાની વાડીમાં મહેફિલ માણતા 19 ઝડપાયા

ભુજ, તા. 12 : તાલુકાના દહીંસરા ગામે એક વાડીમાં મદિરાની મદહોશી વચ્ચે મહેફિલ માણી રહેલા પવનચક્કીના કાર્ય સાથે સંલગ્ન પરપ્રાંતીયોના સમૂહના રંગમાં સ્થાનિક પોલીસના દરોડાથી ભંગ પડયો હતો. આ સ્થળેથી 19 જણ ઝડપાયા હતા તો તેમની પાસેથી રૂા. 15.70 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરાયો હતો. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ દહીંસરા ગામની સીમમાં આવેલી રતા રબારીની વાડીમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળ્યા બાદ સ્થાનિક માનકૂવા પોલીસે ગત મધ્યરાત્રિના અરસામાં દરોડાની આ કાર્યવાહી કરી હતી. જેમાં કર્ણાટક, દાદરાનગર હવેલી, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ સહિતના રાજયના મૂળ વતનીઓ એવા પવનચક્કી કંપનીઓ સાથે કામ કરતા 19 જણ કાયદાની ઝપટમાં આવી ગયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી દારૂની એક બાટલી તથા 19 મોબાઇલ ફોન અને ચાર કાર મળી કુલ રૂા. 15.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ તમામ સામે દારૂની મહેફિલનો ગુનો દાખલ કરાયો હતો. પકડાયેલા આરોપીમાં અક્ષય દેવેન્દ્રરામ પટેલ, વિજય મલ્લયા મરૂચે, મુક્તિ કૈલાસચન્દ્ર રોઉન, ગૌતમ રામચમન, સુધાકર નાંગાલીંગમ, પ્રવીણ દેવેન્દ્રન, ઇમરાન મહેબુબ બાસા, લિયોઝ ચિરોય એન્ટની, ગિરિધન સેલવાકુમાર, નિશાનંદ કે.પી. આનંદ ટીયા, પ્રદીપ બિચિત્રનંદા દીક્ષિત, પ્રભુ રંગસ્વામી મુતલીયર, હેમ અનંત મિશ્રા, અજમતુલ્લા અબ્દુલ્લગફ્yર, દીપન રાકેશ ક્ષણમુગનાદન, પ્રવીણરાજ રાજગોપાલ અને વિનય વિરેન્દ્રકુમારનો સમાવેશ થાય છે તેમ પોલીસે ઉમેર્યું હતું. આ તહોમતદારો પૈકી લિયોઝ ચિરોય હાલે માંડવી રહે છે બાકીના તમામ ભુજ રહે છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer