છ માસથી તૈયાર માર્ગ મકાન વિભાગનું વિશ્રામગૃહ ઉદ્ઘાટનની રાહમાં

રવાપર (તા. નખત્રાણા), તા. 12 : બારડોલી સમા નખત્રાણા હાઈવે રોડ આશાપુરા મંદિર પાસે માર્ગ મકાન પેટા વિભાગ સ્ટેટ હેઠળનું લાખોના ખર્ચે નિર્મિત વિશ્રામગૃહ છેલ્લા છ માસથી તૈયાર હોવા છતાં પૂરતા પ્રમાણમાં સ્ટાફની વ્યવસ્થા અને ઉપરથી ઉદ્ઘાટનનો સમય ન મળતાં નવનિર્મિત બિલ્ડિંગ ઉદ્ઘાટનની રાહ જુએ છે. આ સંકુલ શરૂ કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ એવા નખત્રાણા ખાતે લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન વિશ્રામગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રશ્ને સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત કરાતાં સ્ટાફ ઘટ સહિત ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે. હાલે કોરોના મહામારી બાદ અનલોક-બેમાં તાલુકાના અન્ય સંકુલના ઉદ્ઘાટન થઈ રહ્યા છે. ત્યારે વહેલી તકે આ સંકુલને ખુલ્લું મૂકી અને લોકોને ઉપયોગી બની રહે તેવી વ્યવસ્થા તંત્રને કરવા અન્યથા વિધાનસભા પેટા ચૂંટણીમાં આચારસંહિતાનું ગ્રહણ લાગે તે પૂર્વે આ સંકુલનું ઉદ્ઘાટન હાથ ધરી ખુલ્લું મૂકવા જિલ્લા સમાહર્તા સહિત માર્ગ મકાન સ્ટેટ વિભાગને તા.પં. વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલે પત્ર લખી રજૂઆત કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer