મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ચૂકવવા કરાયેલી માગણી

ભુજ, તા. 12 : માસ જુલાઈ-2019ના મોંઘવારી ભથ્થાના એરિયર્સનું ચૂકવણું કરવા અંગે રાજ્યના નાણામંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે પગારપંચની રચના કરી નથી, પરંતુ કેન્દ્રના પગારપંચ મુજબ અમલ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી તેમના કર્મચારીઓ જુલાઈ-2019ના મોંઘવારી ભથ્થાની રકમ તથા એરિયર્સ ચૂકવાઈ ગયા છે તેવું અહીંના ભાઈલાલ ગોરે નાણામંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી જણાવ્યું હતું. ગુજરાત સરકાર તરફથી જુલાઈ-2019ના મોંઘવારી ભથ્થાની ચૂકવણી માટે આદેશ કરવામાં આવ્યો હતો તે મુજબ મોંઘવારી ભથ્થું મારા જાન્યુઆરી 2020ના પેન્શન સાથે ચૂકવાયું છે, પરંતુ તેની એરિયર્સની બાકી નીકળતી રકમ ત્રણ હપ્તામાં ચૂકવવા જણાવવામાં આવ્યું હતું. જે આજ દિન સુધી એરિયર્સની રકમ ચૂકવાઈ નથી.અત્યારે માત્ર પેન્શન ઉપર ગુજરાન ચલાવતા પેન્શનરોને આ રકમ ચૂકવવામાં આવે તો કોરોના મહામારીના સમયમાં આશીર્વાદરૂપ થશે. તો આ અંગે એક સાથે આ બાકી રહેતી રકમ ચૂકવવા દયાભર્યો હુકમ ફરમાવશો તેવી તેમણે માંગ કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer