અંજારમાં પાર્કિંગ પ્લોટો વિકસાવવા હીલચાલ

ગાંધીધામ, તા. 12 : શહેરમાં આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા લોકો માટે શિરદર્દ બની છે, ત્યારે   અંજાર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી   અને નગરપાલિકા  દ્વારા આ હાલાકીને હળવી કરવા અર્થે નગરમાં પાર્કિંગ પોઈન્ટ વિકસાવવાની દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. 2001ના  વિનાશક ભૂકંપ બાદ અંજારમાં નવા રસ્તા  સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી હતી. દરમ્યાન અંજાર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા જુદી-જુદી  ટીપી સ્કીમમાં કેટલાક  પ્લોટો અનામત રાખવામાં આવ્યા હતા. આડાના આ અનામત પ્લોટોમાંથી જુદા-જુદા સ્થળે આવેલા પ્લોટો ઉપર  પાર્કિંગ સુવિધા વિકસાવવા  ટ્રાફિક સુવિધા ઊભી કરવામાં આવશે. અંજાર   પ્રાંત અધિકારી અને આડાના અધિકારી દ્વારા  શહેરની સમસ્યાની નિવારવા માટે   આડાના પ્લોટ આપવા માટે  તૈયારી દર્શાવવામાં આવી છે. આ પાર્કિંગ સ્થળો ઉપર  અંજાર નગરપાલિકા સુવિધાઓ વિકસાવે તેવું જાણકારોએ કહયું હતું.સુધરાઈના મુખ્ય અધિકારી સંજય પટેલનો સંપર્ક કરતાં તેમણે નગરમાં પાર્કિંગ પોઈન્ટ  વિકસાવવા માટે હીલચાલ  ચાલુ હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આગામી દિવસોમાં જુદા-જુદા પ્લોટોનું નિરીક્ષણ કરી વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા  સહિતના પાસાંઓને  તપાસવામાં આવશે ત્યારબાદ  આગળની કાર્યવાહી શકય  બનશે તેવું તેમણે  ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer