વરસાદે રવિવારની રજા પાળી : મોટા ભાગના સ્થળે વરાપ નીકળ્યો

ભુજ, તા. 12 : છેલ્લા એક અઠવાડિયાથી કચ્છમાં છુટાછવાયાથી ભારે વરસાદનો દોર જારી રહ્યા બાદ મેઘરાજાએ જાણે કે રવિવારની રજા પાળી હોય તેમ જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં ધૂપછાંવના માહોલ વચ્ચે મોટા ભાગે વરાપની સ્થિતિ જોવા મળી હતી.વાદળિયા માહોલ વચ્ચે સૂર્યનારાયણે પણ હાજરી પુરાવતાં ખેડૂતો વાવણીકાર્યમાં પ્રવૃત્ત બન્યા હતા. ખેડૂતો માટે આ વરાપ પણ કાચા સોના સમો સાબિત થશે. દરમિયાન હવામાન વિભાગે જારી કરેલા વર્તારામા પાંચ દિવસ સુધી જિલ્લામાં વરસાદી માહોલ જળવાયેલો રહેવા સાથે 16મી તારીખે જિલ્લાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer