રુદ્રમાતા કેનાલના કામ માટે સાત કરોડ મંજૂર

ભુજ, તા. 12 : રુદ્રમાતા સિંચાઈ યોજના વધારાના કમાન્ડ વિસ્તારની મુખ્ય તેમજ આંતરિક કેનાલના કામ માટે રૂા. સાત કરોડ બાવીસ લાખ એકાવન હજારનું ટેન્ડર માર્ચ-2020માં મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ ઈજારદારે ડિપોઝિટ 84 દિવસના વિલંબથી ભરી હતી. આ વિલંબનો સમયગાળો બાદ કરી શરતી મંજૂરી આપવાની રજૂઆત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ગ્રાહ્ય રાખતાં તેઓનો આગેવાનો વતી રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે આભાર માન્યો હતો અને હવે કામો ઝડપથી પૂર્ણ થશે તેવું જણાવ્યું હતું. રુદ્રમાતા સિંચાઈ યોજના વધારાના કમાન્ડ એરિયાની મુખ્ય નહેર અને કુનરિયા-1, કુનરિયા-2, ઢોરી, સુમરાસર એલ.એચ.એસ., સુમરાસર આર.એચ.એસ. માઈનોર કેનાલ માટે કુલ રૂપિયા સાત કરોડ બાવીસ લાખ એકાવન હજારનું ટેન્ડર માર્ચ-2002માં મંજૂર થયું હતું.  પરંતુ ઈજારદારે ડિપોઝિટ 84 દિવસના વિલંબથી ભરી હતી. આ વિલંબનો સમયગાળો બાદ કરી શરતી મંજૂરી આપવા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ મતવિસ્તારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ધનજીભાઈ આહીર, મહામંત્રી વાઘજીભાઈ આહીર, ભાજપ ભુજ તાલુકા કિસાન મોરચાના મહામંત્રી વિરમ રામજી આહીર, હરિ રાણા ગાગલ તેમજ ખેડૂત આગેવાનો દામજીભાઈ આહીર (ડી.કે.), કુનરિયા, ઢોરી, સુમરાસર ગામોના આગેવાનો અને લોડાઈ આહીર સમાજના પ્રમુખ રૂપાભાઈ ચાડ તથા સૌ ગ્રામજનોએ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરને રજૂઆત કરતાં તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ધ્યાને મૂકતાં આ બન્નએ માતબર રકમની શરતી મંજૂરી આપી છે. આમ અનામતની રકમ ભરવામાં થયેલા વિલંબની મંજૂરી મળતાં રુદ્રમાતા સિંચાઈ યોજના એરિયાના વધારાના કમાન્ડ એરિયાની મુખ્ય નહેર અને માઈનોર કેનાલોનું કામ હવે ઝડપથી પૂર્ણ થઈ શકશે અને આ વિસ્તારના લોકોને સિંચાઈનો લાભ મળશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer