સારા વરસાદને પગલે નખત્રાણા તાલુકામાં મેઘોત્સવનો માહોલ

નખત્રાણા, તા.12 : મંગળવારે સાંજે ચાર કલાકમાં સાતેક ઇંચ વરસાદ બાદ બુધવારે ઝરમર સિવાય વરસાદે પોરો ખાધો છે. વધુ બે મિ.મી. સાથે મોસમનો કુલ વરસાદ 290 મિ.મી. નોંધાયો હતો. પશ્ચિમ કચ્છ પર મેઘરાજાના વ્હાલ બાદ નખત્રાણા સહિત તા.માં મેઘોત્સવનો માહોલ છવાયો છે. ગામેગામના તળાવો ઓગની ગયા છે. તળાવોને વાજતે-ગાજતે વધાવવાની સાથે લાપસીના આંધણ મુકાય છે. તાલુકાના કોટડા?(જ.) ભોજરાઇ?તળાવ, મથલ ગામ તળાવ, પિયોણી-નીલકંઠ સરોવર, દેવપર યક્ષ ગામોના તળાવો ઓગની જતાં ગામના સરપંચ દ્વારા વધાવાયા હતા. દેવપરના સરપંચ વિજયભાઇ દિવાણી સહિત સદસ્યો હુશેન કુંભાર, ભારમલભાઇ જોગી, પ્રવીણભાઇ?વણકર, સતુભા જાડેજા સહિત ગ્રામજનો જોડાયા હતા. તો મથલ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મથલ ઘૂરક નદીમાં જોશભેર પાણી આવતાં મધ્યમ સિંચાઇ ડેમમાં 17 ફૂટ પાણીની આવક થઇ હતી. આ ડેમ 31 ફૂટે ઓગને છે તેવું દેશલપર (ગું.)થી કમલેશ ગોસ્વામી તેમજ મથલથી રાજેશ ગોરે જણાવ્યું હતું. ગઇકાલે મથલ ડેમમાં ત્રણ?ઇંચ જેટલો વરસાદ પડયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer