આડેસર પાસે બે ટ્રેઈલરની ટક્કરમાં યુવાને જીવ ગુમાવ્યો

ગાંધીધામ, તા. 12 : રાપરના આડેસર નજીક આગળ ઉભેલા ટ્રેઈલરમાં પાછળથી ટ્રેઈલર ભટકાતાં જન્શીરામ ભગવાન સાય મીણા (ઉ.વ. 36) નામના યુવાનનું મોત થયું હતું. આડેસર અને પીપરાળા પોલીસ ચેકપોસ્ટ વચ્ચે પાપડી પાસે ટ્રેઈલર નંબર આર.જે. 14 જી-જી-2571વાળું ઊભું હતું. તેનો ચાલક જન્શીરામ પૈડાં તપાસી ખાલી બાજુએ પેશાબ કરી રહ્યો હતો, જ્યારે ખલાસી રીન્કુ બાજુમાં ઊભો હતો. ત્યારે પાછળથી આવતું ટ્રેઈલર નંબર આર.જે. 07 જી.સી.-6617 ઉભેલા આ ટ્રેઈલરમાં ભટકાયું હતું. જેથી ઉભેલું ટ્રેઈલર આગળ વધતાં તેનો જ ચાલક પોતાના વાહનનાં પૈડા નીચે આવી જતાં તેનું ત્યાં જ મોત થયું જ્યારે રીન્કુ નામના યુવાનને ઈજાઓ પહોંચી હતી. રામકરણ મીણાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer